Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખાંભા તાલુકામાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસના હાથે બે આરોપી ઝડપાયા

ખાંભા તાલુકામાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસના હાથે બે આરોપી ઝડપાયા

Sanjog News 1 week ago

મરેલી જિલ્લામાં વધતી ઘરફોડ અને વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મહત્વની સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે ખાંભા તાલુકાના રબારીકા અને પચપચીયા ગામમાં થયેલી બે અનડિટેક્ટેડ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ. ૧ લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના, ત્રણ મોબાઇલ ફોન તેમજ મોટરસાયકલ અને સ્કૂટર સહિત કુલ રૂ.

૧.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ બંને ચોરીના ગુનાઓ કબૂલ્યા હતા. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. LCBની આ કામગીરીથી બંને ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News