Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં ભારે વરસાદે ભારે વિનાશ સર્જ્‌યો છે, અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલન

કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં ભારે વરસાદે ભારે વિનાશ સર્જ્‌યો છે, અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલન

Sanjog News 1 week ago

મ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ જાવા મળ્યું છે. કિશ્તવાડમાં ૫૪૦ મેગાવોટના ક્વાર પાવર પ્રોજેક્ટ પાસે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે. અનેક વાહનોને ભારે નુકસાન થયું છે અને તેઓ હજુ પણ ફસાયેલા છે.

ફસાયેલા વાહનોને બચાવવા અને અસરગ્રસ્ત વિસ્તારને પુનઃસ્થાપિત કરવા માટે કાટમાળ દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે સવારે ભારે વરસાદને કારણે કિશ્તવાડ જિલ્લામાં ૫૪૦ મેગાવોટના ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટ નજીક એક વિશાળ ભૂસ્ખલન થયું હતું, જેમાં અનેક વાહનો ભારે કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નોંધપાત્ર નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનમાં ઘણા વાહનો ફસાઈ ગયા હતા, જેમાંથી ઘણાને ગંભીર નુકસાન થયું હતું. કાટમાળ સાફ કરવા, અસરગ્રસ્ત વાહનોને બહાર કાઢવા અને વિસ્તારમાં ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બચાવ ટીમો અને ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે.
આ દરમિયાન, સતત વરસાદને કારણે આવેલા અચાનક પૂરે ડોડા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વિનાશ વેર્યો હતો. ભારે વરસાદને કારણે ડોડા જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું, જેના કારણે અનેક સ્થળોએ નુકસાન થયું હતું. જો કે, જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને બચાવ કામગીરી ચાલી રહી છે.
દરમિયાન, આજે સવારે ડોડા જિલ્લાના પ્રેમ નગર વિસ્તારમાં ભારે વરસાદથી ભૂસ્ખલન અને કાટમાળને કારણે ડોડા-કિશ્તવાડ રોડ બંધ થઈ ગયો હતો. સતત ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તા પર ભારે કાટમાળ અને પથ્થરો પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના મશીનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને શક્ય તેટલી વહેલી તકે રસ્તો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે રાહત અને સફાઈ કામગીરી ચાલી રહી છે. હવામાન સામાન્ય ન થાય અને માર્ગ સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. મુસાફરી કરતા પહેલા નવીનતમ માર્ગ અને હવામાન માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે. સતત વરસાદને કારણે, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જાખમ છે, તેથી સ્થાનિકો અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News