Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કીટુને મળી ખાંડ!

કીટુને મળી ખાંડ!

Sanjog News 4 days ago

કીટુ નામની એક નાનકડી કીડી હતી. કીટુ બહુ જ નટખટ હતી. આખો દિવસ અહીંથી ત્યાં દોડાદોડ કરે અને નવી નવી વસ્તુઓ શોધ્યા કરે! એક દિવસ કીટુ ખોરાકની શોધમાં નીકળી.
ચાલતાં ચાલતાં તે ગાવા લાગી,
"હું છું નાની કીડી, ખાંડ શોધું મીઠી!"
અચાનક કીટુની નજર જમીન પર પડી. અરે વાહ! ત્યાં તો સફેદ સફેદ ખાંડના દાણા પડ્‌યા હતા!
કીટુ તો ખુશ થઈને કૂદવા લાગી.

"વાહ! વાહ! આજે તો મજા પડી ગઈ! આટલી બધી ખાંડ! હવે તો મીઠાઈની દુકાન ખોલી દઉં!"
કીટુએ એક દાણો ઉપાડ્‌યો અને ખાવા લાગી.
"વાહ! કેટલી મીઠી! એક ખાઉં, બે ખાઉં કે દસ ખાઉં?"
એટલામાં તેના પેટમાંથી અવાજ આવ્યો, "ગુડગુડગુડ!"
કીટુ બોલી, "અરે પેટુભાઈ, જરા ધીરજ રાખો ને! હજી તો પાર્ટી શરૂ થઈ છે!"
પણ ખાંડના દાણા એટલા મોટા હતા કે કીટુ એકલી તેને લઈ જઈ શકે તેમ નહોતી.
તે દાણાને ધક્કો મારતી હતી.
"હે… હે… હે… ચાલ ખાંડના દાણા, ચાલ!"
પણ દાણો જરાય ન હલ્યો કે ખસ્યો.
કીટુએ ફરી જોર લગાવ્યું.
"એક… બે… ત્રણ… હઈઈઈસો!"
ધડામ!
કીટુ પડી ગઈ.
"અરેરે! આ ખાંડનો દાણો તો પહેલવાન નીકળ્યો!"
કીટુએ તરત જ પોતાના મિત્રોને બોલાવ્યા. ટપુ કીડી, મીનુ કીડી અને પિન્ટુ કીડી દોડતાં આવ્યાં.
ટપુ બોલ્યો, "શું થયું કીટુ? તું આમ થાકીને કેમ બેઠી છે?"
કીટુ બોલી, "મિત્રો, જુઓ તો ખરા! મને આ ખાંડનો મોટો દાણો મળ્યો છે. પણ એ તો હલતો જ નથી!"
મીનુ હસીને બોલી, "અરે કીટુ! તું એકલી શું કામ મહેનત કરે છે? આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ, ચાલ!"
બધા મિત્રોએ દાણાને ધક્કો માર્યો.
"એક… બે… ત્રણ… જોર લગાવો!"
દાણો થોડો આગળ ખસ્યો.
"વાહ! ફરીથી!"
બધાએ ફરી ધક્કો માર્યો. ખાંડનો દાણો ગબડવા લાગ્યો.
હવે બધાએ મળીને ખાંડના નાના નાના ટુકડા કર્યા અને પોતાના ઘરમાં લઈ જવા લાગ્યાં.
બધાંએ મીઠી મીઠી ખાંડ ખાધી ને ખડખડાટ હસી પડ્‌યાં. Mo ૯૦૯૯૧૭૨૧૭૭

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News