Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોડીનારમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા

કોડીનારમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા

Sanjog News 1 week ago

કોડીનાર શહેરના હાડીવાસ વિસ્તારમાં જાહેરમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્‌યા હતા. પોલીસને જોઈ ચાર આરોપીઓ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાલંદા સ્કૂલ નજીક કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે રૂ.૧૮,૯૦૦ રોકડ તેમજ જુગારમાં વપરાતા ૫૨ ગંજીપત્તાના પાનાં જપ્ત કર્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ સામે ગુજરાત જુગાર પ્રતિબંધક અધિનિયમની કલમ-૧૨ હેઠળ ગુનો નોંધાયો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી સતત ચાલુ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News