અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. કુતાણા ગામેથી મહિલા પાસેથી ૪ લીટર દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય ઓળિયા ગામેથી ૧ લીટર, બાબરા ટાઉનમાંથી ૧૨ લીટર તથા સાવરકુંડલામાંથી ૫ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૮ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા પકડાયા હતા.

