Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લગ્નમાં મોડું થતાં ઝેરી દવા પીનારી યુવતીનું સારવાર દરમિયાન મોત

લગ્નમાં મોડું થતાં ઝેરી દવા પીનારી યુવતીનું સારવાર દરમિયાન મોત

Sanjog News 1 week ago

બાબરાના ભીલા ભીલડી ગામ પાસે લગ્નમાં મોડું થતાં ઝેરી દવા પીનારી યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે અમરેલીમાં રહેતા દિપકભાઈ મગનભાઈ પરમારે (ઉ.વ.૪૪) જાહેર કર્યા મુજબ, તેમણે પોતાના સંબંધી ગૌરીબેન તથા તેમની દીકરી જલ્પાબેનને રૂ. ૨,૦૦,૦૦૦ હાથઉછીના આપ્યા હતા. આ નાણાંની લેતી-દેતી બાકી હતી અને તેઓ રૂપિયા પાછા આપતા નહોતા.

આ નાણાં ન મળવાને કારણે મરણજનાર લતાબેન મગનભાઈ પરમાર (ઉ.વ.૩૯)ના લગ્નમાં મોડું થતું હોવાથી તેમને મનોમન લાગી આવ્યું હતું. આથી તેમણે કોઈ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વી. એન. જાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News