Dailyhunt
લાઠીના જાનબાઈ દેરડીમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં દીકરો યુવતીને ભગાડી જતાં પિતા અને દાદા પર લાકડીઓથી હુમલો

લાઠીના જાનબાઈ દેરડીમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં દીકરો યુવતીને ભગાડી જતાં પિતા અને દાદા પર લાકડીઓથી હુમલો

Sanjog News 1 week ago

લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામે પ્રેમ પ્રકરણમાં લોહી ઉકળી ઉઠવાની ઘટના સામે આવી હતી. ગામની જ યુવતીને ભગાડી જવાના મામલે ઉશ્કેરાયેલા પક્ષે યુવકના પિતા અને વૃધ્ધ દાદા પર વાડીમાં ઘૂસીને લાકડીઓ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે પ્રવિણભાઇ મગનભાઇ સોલંકી (ઉ.વ.૫૦) એ મહેશભાઇ શંભુભાઇ સોલંકી, નીલેશભાઇ જીવરાજભાઇ સોલંકી, સાગરભાઇ મધુભાઇ સોલંકી તથા લક્ષમણભાઇ મધુભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના નાના દીકરા જયને ગામના જ વિનુભાઈ મનજીભાઈ સોલંકીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. ગત તા. ૦૯/૦૪/૨૦૨૬ ના રોજ જય આ યુવતીને ભગાડીને લઈ ગયો હતો. આ બાબત વિનુભાઈ અને તેમના પરિવારને ગમ્યું ન હોય, તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

આરોપીઓએ તેમને અને તેમના પિતા મગનભાઈ પર લાકડીઓ તેમજ વડલાની ડાળીઓ વડે હુમલો કર્યો હતો. બંનેને શરીરે મુંઢ માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાને અંજામ આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News