લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં આવેલા બગીચામાં એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષોના દાતા જીવનભાઈ વોરાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ દેથલિયા, ઉપપ્રમુખ વિજયભાઈ કોંગથિયા, સરપંચ વિજય શેખલિયા, નીતિનભાઈ ત્રિવેદી, ખોડાભાઈ માળવિયા, ડોક્ટર કુંભાણી, વિજય ભાલાળા, ગોવિંદભાઈ ચાવડા, યોગેશભાઈ દવે તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત તાલુકા પંચાયતના ટી.પી.ઓ., સદસ્યો અને વિવિધ ગામોના સરપંચો સહિતના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌ લોકોએ પર્યાવરણનું રક્ષણ કરવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને હરિયાળું ગુજરાત બનાવવા માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો.

