Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લીલીયા મોટાના પીપળવા ગામે કપાસમાં છાંટવાની દવા પી લેતાં પરપ્રાંતીય યુવકનું મોત

લીલીયા મોટાના પીપળવા ગામે કપાસમાં છાંટવાની દવા પી લેતાં પરપ્રાંતીય યુવકનું મોત

Sanjog News 4 days ago

લીલીયા મોટાના પીપળવા ગામે એક યુવકે કપાસમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના અને હાલ પીપળવા ગામે વાડીએ રહેતા નટુભાઈ સોમાભાઈ બામણીયા (ઉ.વ. ૨૦)એ જાહેર કરેલી વિગત મુજબ, રવિભાઈ સોમભાઈ બામણીયા (ઉ.વ.૧૯)ને મોટરસાયકલ લઈને બહાર જવાની ના પાડતાં મનમાં લાગી આવ્યું હતું. આથી તેમણે પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી, જેમનું સારવાર દરમિયાન મરણ થયું હતું.આ બનાવ અંગે લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ ભટ્ટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News