Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લીલીયા ઝાપાની મેલડી મંદિરે ડાક ડમરૂ કાર્યક્રમનું આયોજન

લીલીયા ઝાપાની મેલડી મંદિરે ડાક ડમરૂ કાર્યક્રમનું આયોજન

Sanjog News 17 hrs ago

લીલીયાના સુપ્રસિધ્ધ ઝાપાની મેલડી મંદિર ખાતે આજ રોજ બાપા સીતારામ ગ્રુપ અને અમરસિંહ હકુભાઈ આભાર - નિહારીકા રવિયા કાનાણીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ડાક ડમરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે રાત્રે ૯ઃ૦૦ કલાકે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં જાણીતા કલાકારો બાવચંદભાઈ રાવળદેવ અને તેજસભાઈ રાવળદેવ ડાક ડમરૂની રમઝટ બોલાવી ભાવિકોને ભક્તિમય માહોલમાં ઝૂમાવશે.આ તકે આજે સાંજે ૭ઃ૦૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમને સફળ બનાવવા બાપા સીતારામ ગ્રુપના હોદ્દેદારો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ડાક ડમરૂ કાર્યક્રમ તથા મહાપ્રસાદનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News