Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લીલીયામાં ડો. તોગડીયાના પ્રવાસ સંદર્ભે બેઠક યોજાઈ નવા હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા સૂચન

લીલીયામાં ડો. તોગડીયાના પ્રવાસ સંદર્ભે બેઠક યોજાઈ નવા હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા સૂચન

Sanjog News 2 weeks ago

લીલીયા મુકામે આવેલ જલારામ મંદિરે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને સ્થાપક ડો. પ્રવીણ તોગડીયાના આગામી પ્રવાસના આયોજનના ભાગરૂપે સમસ્ત હિંદુ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લીલીયા પ્રવાસ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડો. ગજેરા, રાષ્ટ્રીય મજદૂર પરિષદ પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય મજદૂર પરિષદ જિલ્લા અધ્યક્ષ નિલેશભાઈ સોલંકી, લીલીયા તાલુકા પ્રમુખ રમેશભાઈ ભડકોલીયા તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ તાલુકા પ્રમુખ રમેશભાઈ વેકરીયા સહિત વિવિધ હિન્દુ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન હિન્દુ સંગઠનને મજબૂત કરવા તેમજ નવા હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા માટે ઉપસ્થિત તમામ હિન્દુ ભાઈઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News