Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લીલીયામાં ફટાકડાના સ્ટોલનું પોલીસ દ્વારા ચેકિંગ

લીલીયામાં ફટાકડાના સ્ટોલનું પોલીસ દ્વારા ચેકિંગ

Sanjog News 7 hrs ago

લીલીયા મોટા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે લીલીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. પી.જે. રામાણી દ્વારા બગીચા વિસ્તારમાં કાર્યરત ફટાકડાના સ્ટોલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન સ્ટોલ સંચાલકો સાથે સુરક્ષાનાં વિવિધ પાસાં અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને આગ લાગવાની સંભવિત ઘટનાઓને રોકવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ કરી હતી અને તકેદારી રાખવા સૂચના આપી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News