Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લીલીયામાં પીએમ કિસાન યોજનાની જવાબદારીની ફેકાફેકી, ખેડૂતો હેરાન

લીલીયામાં પીએમ કિસાન યોજનાની જવાબદારીની ફેકાફેકી, ખેડૂતો હેરાન

Sanjog News 7 hrs ago

લીલીયા તાલુકામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની કામગીરીની જવાબદારી નક્કી ન હોવાથી ખેડૂતો છેલ્લા ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે. ખેતી વિભાગના કર્મચારીઓ આ કામગીરી તલાટી-મંત્રીની હોવાનું જણાવે છે, જ્યારે તલાટી-મંત્રી પાસે આ અંગેનો કોઈ લેખિત સરકારી હુકમ કે પરિપત્ર નથી. પરિણામે હપ્તો ન મળતા ખેડૂતો એક કચેરીથી બીજી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.

હાલ દિવાળીના તહેવારોમાં સુરત સહિત બહારગામથી હજારો ખેડૂતો વતનમાં
આવ્યા છે. તેઓ હપ્તા, ઈ-કેવાયસી અને નવા ફોર્મ માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે. સમયસર કામગીરી નહીં થાય તો ખેડૂતો યોજનાના લાભથી વંચિત રહી શકે છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા જિલ્લા પંચાયત સદસ્ય જીજ્ઞેશભાઈ સાવજે લીલીયા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હોવાનું ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવાયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News