Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહેબૂબા મુફ્તીએ ધરણા દરમિયાન  રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

મહેબૂબા મુફ્તીએ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

Sanjog News 1 week ago

મ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તી મંગળવારે રાત્રે શ્રીનગરમાં ધરણા દરમિયાન ત્રિરંગો ઊંધો રાખવા બદલ વિવાદમાં આવી ગયા છે. આ ઘટના બાદ, અધિકારીઓએ કહ્યું છે કે કાનૂની કાર્યવાહીની શક્્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.મહેબૂબા મુફ્તીએ તેમના પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે શ્રીનગરમાં પીડીપી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું.

ઓગસ્ટ ૨૦૧૯ માં કલમ ૩૭૦ અને કલમ ૩૫છ રદ કરીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જા રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.વિરોધ દરમિયાન, મહેબૂબા મુફ્તીએ ભારતીય રાષ્ટÙીય ધ્વજ (ત્રિરંગો) અને ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો ધ્વજ બંને પકડી રાખ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમણે ભૂલથી ત્રિરંગો ઊંધો પકડી રાખ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો. અધિકારીઓ કહે છે કે આ ઘટનાના કાનૂની પરિણામોની તપાસ કરવામાં આવી રહી છે અને મહેબૂબા મુફ્તી સામે કાર્યવાહીની શક્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.ભારતના ધ્વજ સંહિતા અનુસાર, રાષ્ટÙધ્વજને અયોગ્ય રીતે પ્રદર્શિત કરવો એ ઉલ્લંઘન માનવામાં આવે છે. આમાં ત્રિરંગાને ઊંધો પકડી રાખવો, તેને ખોટા પ્રમાણમાં પ્રદર્શિત કરવો, અથવા ક્ષતિગ્રસ્ત (ફાટેલા અથવા ક્ષતિગ્રસ્ત) ધ્વજનો ઉપયોગ કરવો શામેલ છે. નિયમો અનુસાર, ત્રિરંગામાં ઉપર કેસરી રંગ, મધ્યમાં સફેદ અને મધ્યમાં ૨૪-મોચાવાળા અશોક ચક્ર અને નીચે લીલો રંગ હોવો જાઈએ. ત્રિરંગા હંમેશા આ ક્રમમાં પ્રદર્શિત થવો જાઈએ. અગાઉ, મહેબૂબા મુફ્તી જંતર-મંતર પર પોતાના નિવેદન માટે દિલગીરી વ્યક્ત કરીને તેને જીભની લપસણ ગણાવીને ચર્ચામાં આવ્યા હતા.
તાજેતરમાં, મહેબૂબા ત્યારે સમાચારમાં આવ્યા હતા જ્યારે દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધને મુÂસ્લમ સંગઠનોનો ટેકો મળ્યો હતો, અને તેમણે કહ્યું હતું કે આખો દેશ કાશ્મીર બની રહ્યો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે દેશની વર્તમાન પરિÂસ્થતિ ચિંતાજનક છે અને યુવાનો સૌથી વધુ અન્યાયનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આજે આખું ભારત કાશ્મીર બની ગયું છે. વર્તમાન પરિસ્થિતિ બધા માટે સ્પષ્ટ છે. હાલમાં દેશનું ભવિષ્ય ગણાતા યુવાનો પર સૌથી ખરાબ અત્યાચાર થઈ રહ્યા છે. કાગળો લીક થઈ રહ્યા છે, અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનોને ડંડાથી મારવામાં આવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News