Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મેથળી એપ્રોચ રોડના રીસર્ફેસિંગ માટે રૂ. ૨ કરોડ મંજૂર, ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસો સફળ

મેથળી એપ્રોચ રોડના રીસર્ફેસિંગ માટે રૂ. ૨ કરોડ મંજૂર, ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસો સફળ

Sanjog News 5 days ago

લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનક તળાવીયાના સઘન પ્રયાસોના પરિણામે લાઠી તાલુકાના મેથળી એપ્રોચ માર્ગના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર તરફથી ૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ માર્ગ આસપાસના અનેક ગામોને જોડતો મુખ્ય રસ્તો હોવાથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતો. રોડની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી.આ સમસ્યાને ધ્યાને રાખીને જનક તળાવીયાએ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી.

આ રજૂઆતને પગલે તાત્કાલિક ૨ કરોડ રૂપિયાનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામગીરીથી રોડનું સંપૂર્ણ રીસર્ફેસિંગ થશે, જેથી ગુણવત્તા સુધરશે. ધારાસભ્યએ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ કામ પૂર્ણ થવાથી ગ્રામજનોનો સમય તથા શ્રમ બચશે. આ મંજૂરી મળતાં જ મેથળી અને સમગ્ર પંથકના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને વહેલી તકે કામ શરૂ થાય તેવી આશા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News