Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નવાબંદરમાં રૂ. ૨૪ લાખના ખર્ચે બે આંગણવાડીના નિર્માણનું ખાતમુહૂર્ત

નવાબંદરમાં રૂ. ૨૪ લાખના ખર્ચે બે આંગણવાડીના નિર્માણનું ખાતમુહૂર્ત

Sanjog News 12 hrs ago

ના તાલુકાના નવાબંદર ગામે રૂ. ૨૪ લાખના ખર્ચે બે આધુનિક નંદઘર આંગણવાડીના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત યોજાયું હતું. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, સ્થાનિક લોકો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી આંગણવાડીઓ તૈયાર થયા બાદ ગામના નાના બાળકોને વધુ સારી શૈક્ષણિક, પોષણ અને રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

સાથે જ સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય તેમજ પોષણ સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે મળી શકશે. ગ્રામજનોમાં આ વિકાસકાર્યને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News