પાક અવશેષોઃ- પાકની કાપણી પછી ખેતરમાં બચી રહેલા છોડના ભાગો, જેમ કે દાંડી, પાંદડા, મૂળ, ભૂસી વગેરેને પાક અવશેષો કહેવામાં આવે છે. પાક અવશેષ વ્યવસ્થાપનઃ- પાક અવશેષ વ્યવસ્થાપનએ ખેડાણ કામગીરીની આવર્તન અને તીવ્રતા ઘટાડવા અને અગાઉના પાકમાંથી બચેલા વનસ્પતિક ભાગોનું પ્રમાણ વધારવા પર આધારિત એક વ્યૂહરચના(strategy) છે. આ વ્યવસ્થાપન અભિગમનો ધ્યેય માટી અને પાણીની ગુણવત્તાનું સંરક્ષણ કરવાનો છે.તે ઘણા બધા પર્યાવરણીય અને આર્થિક લાભો પૂરા પાડે છે.
ઉચ્ચ ઉપજ અને ઇંધણ, વીજળી અને કૃત્રિમ જંતુનાશકો અને ખાતરો જેવા ખર્ચાળ ઇનપુટ્સનો ઓછો ઉપયોગ મોટાભાગની પરિસ્થિતિઓમાં પાક અવશેષ વ્યવસ્થાપન તરફ ધ્યાન ખેચે છે.ઓછા અવશેષ ધરાવતા છોડ પછી ઉચ્ચ અવશેષ ધરાવતા છોડ અથવા કવર પાક વાવવું એ સામાન્ય રીતે પાક અવશેષ વ્યવસ્થાપનમાં પ્રારંભિક પગલું છે. અવશેષોનું પ્રમાણ, તેમનું દિશાનિર્દેશ (ઊભા સ્ટબલથી લઈને નીચે પડેલા સુધી), અને સૌથી વધુ માંગવાળા સમયગાળા દરમિયાન તેમનું સમાન વિતરણ આ વર્ષભરના વ્યવસ્થાપનના અન્ય મુખ્ય પાસાઓ છે, જે લણણી પછીના સમયગાળાથી ઘણા આગળ ફેલાયેલા છે.અસરકારક પાક અવશેષ વ્યવસ્થાપન ખાસ કરીને નાજુક જમીનમાં મહત્વપૂર્ણ છે જે ધોવાણ માટે સંવેદનશીલ હોય છે.
પાકઅવશેષવ્યવસ્થાપનના ફાયદાઃ- કૃષિ, આર્થિક અને પર્યાવરણીય લાભો લાવે છે, તેથી યોગ્ય પાકના અવશેષોના સંરક્ષણ અને વ્યવસ્થાપન એ ખૂબ જ મહત્વ નું છે. પાક અવશેષોના સમય પૂર્વક યોગ્ય રીતે સદુપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે જે નીચે દર્શાવ્યા છે.
• જમીનનું સ્વાસ્થ્ય અને ફળદ્રુપતામાં સુધારો કરે છે.
• માટીના ધોવાણને ઘટાડે અથવા અટકાવે છે.
• છોડના વિકાસ માટે અનુકૂળ તાપમાને જમીન જાળવી રાખે.
• મૂળના વૃદ્ધિને પ્રોત્સાહન આપે.
• માટીના પી. એચ.માં સુધારો કરે અને છોડ માટે વધુ સૂક્ષ્મ પોષકત¥વોની ઉપલબ્ધતાવધારે.
• પુનઃઉપયોગ માટે પોષક તત્વોનોપુનઃ ઉપયોગ થાય છે.
• કાર્બનિક પદાર્થો, ખાસ કરીને કાર્બનથી જમીનને સમૃદ્ધ બનાવે.
• જમીનમાં રહેતા સુક્ષ્મસજીવોને પોષણ પૂરું પડે છે.
• જમીનનાભૌતિક ગુણોમાં સુધારો કરી પાણીને ગ્રહણકરવાનીઅને વધારેના પાણીના નિકાલની જમીનનીક્ષમતામાં વધારો કરે છે.
• પાણીનું બાષ્પીભવન ઘટાડે જેથીસિંચાઈ માટે વપરાતા પાણીના જથ્થામાં ઘટાડો થશે.
• પાક ઉપજમાં વધારો કરે છે.
પાકના અવશેષોનો ઉપયોગ કરવાની અસરકારક પદ્ધતિઓ
• ખાતર અને વર્મીકમ્પોસ્ટિંગઃ લાકડાના અથવા પાંદડાવાળાકચરાને ગાયના છાણ અને ફાયદાકારક સૂક્ષ્મજીવાણુઓ સાથે ભેળવવાથી વિઘટન ઝડપી બને છે, કચરો પોષક તત્વોથી ભરપૂર કાર્બનિક ખાતરમાં ફેરવાય છે. ફળોની છાલને નાઇટ્રોજનથી ભરપૂર ''લીલા'' પદાર્થો (જેમ કે ઘાસના ટુકડા) અને કાર્બનથી ભરપૂર ''ભૂરા'' પદાર્થો (જેમ કે સૂકા પાંદડા) સાથે ભેળવી દો. તમે છોડ અને બગીચા માટે ઓર્ગેનિક વર્મીકમ્પોસ્ટ નો પણ ઉપયોગ કરી શકો છો જેથી વિઘટન ઝડપી બને. પરિણામે ખાતરને વાવેતર કરતા પહેલા જમીનમાં સમાવી શકાય છે.
• ઇન-સીટુ મલ્ચિંગઃ કાપેલી ડાળીઓ અને કાપેલા વનસ્પતિ અવશેષોને જમીનની સપાટી પર ફેલાવવાથી જમીનનું ધોવાણ થતું અટકાવે છે અને બાષ્પીભવન દ્વારા ભેજનું નુકસાન નોંધપાત્ર રીતે ઓછું થાય છે. • લીલું ખાતર(Greenmanuring): નાના, નરમ છોડના અવશેષોને સીધા જમીનમાં ખેડવાથી કાર્બનનો મોટો જથ્થો વધે છે જે ફાયદાકારક બેક્ટેરિયા અને ફૂગ ખાય શકે છે. • બાયોચાર ઉત્પાદનઃ ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં લાકડાના પાકના કચરા (જેમ કે જૂના ફળના ઝાડની ડાળીઓ) ને પાયરોલાઇઝ(ગરમીથી પાક અવશેષોનું વિઘટન) કરવાથી સ્થિર કાર્બન બને છે જે માટીના પોષક તત્વો માટે કાયમી સ્પોન્જ તરીકે કાર્ય કરે છે. • પ્રવાહી ખાતર (આથો છોડનો રસ)ઃ ફળની છાલને ૧ થી ૨ અઠવાડિયા માટે ક્લોરિન વગરના પાણીમાં પલાળી રાખવું. એકવાર આથો આવી ગયા પછી, પ્રવાહીને ગાળી લેવું, તેને પાતળું કરો (૧ ભાગ ખાતરથી ૧૦ ભાગ પાણી), અને છોડને તાત્કાલિક પોષક તત્વો પૂરા પાડવા માટે તેને સીધા મૂળમાં આપી શકાય છે. • માટીના પી. એચ.નિયમનઃપાકના કચરામાંથી બનાવેલ ખાતર સામાન્ય રીતે અનુકૂળ પી. એચ.સંતુલન જાળવી રાખે છે. જ્યારે આલ્કલાઇન જમીનમાં ઉપયોગ થાય છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓથી સમૃધ્ધ ખાતર એક ઉત્તમ માટી કન્ડીશનર(જમીન સુધારક) તરીકે કાર્ય કરે છે, પી. એચ.ને સંતુલિત કરે છે અને વધુ સારા બીજ અંકુરણ અને છોડના પ્રારંભિક વિકાસને પ્રોત્સાહન આપે છે. • પશુ ચારોઃ શાકભાજીના વાનસ્પતિક ભાગો અને ચોક્કસ ફળોના પલ્પ જેવા ચોક્કસ અવશેષોનો ઉપયોગ પશુધન માટે પોષક ખોરાક તરીકે થાય છે.

