Dailyhunt
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ગુજરાતમાં ઉજવણીનો માહોલ

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ગુજરાતમાં ઉજવણીનો માહોલ

Sanjog News 1 week ago

ક્ષિણ ભારતના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થતા પશ્ચિમ બંગાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, જેના પગલે સમગ્ર દેશમાં ખાસ કરીને ગુજરાતમાં ખુશીનું મોજું ફેલાયું છે. પશ્ચિમ બંગાળના ચૂંટણીફળમાં ભાજપની મજબૂત લીડ અને જીત બાદ ગુજરાત ભાજપમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ગાંધીનગર સ્થિત ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ હોય કે સુરતના રસ્તાઓ, દરેક જગ્યાએ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે.

નારા, ફટાકડા અને મીઠાઈઓ સાથે કાર્યકરો જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ગાંધીનગરના કમલમ કાર્યાલયમાં ભાજપ કાર્યકરો અને નેતાઓએ જીતની ઉજવણી અનોખી રીતે કરી છે. પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુડી બનાવીને કાર્યકરોને પીરસવામાં આવી, જેથી બંગાળની સંસ્કૃતિ સાથે જાડાઈને જીતનો આનંદ વ્યક્ત કરી શકાય. ઝાલમુડી બનાવવા માટે ખાસ કારીગરો જરૂરી સામગ્રી સાથે કમલમ ખાતે પહોંચ્યા હતા. કમલમ પ્રાંગણ કાર્યકરોના જમાવડાથી ખચાખચ ભરાઈ ગયું હતું અને જીતના ઉત્સાહમાં સૌ ગરકાવ થઈ ગયા હતા.

આ ઉજવણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. નેતાઓએ કાર્યકરો સાથે મળી જીતની ખુશી વ્યક્ત કરી અને ઝાલમુડીનો સ્વાદ માણ્યો. એકબીજા કાર્યકરોને ઝાલમુડી ખવડાવીને જીતની ખુશી વહેંચતા ભાવનાત્મક અને ઉત્સાહભર્યા દૃશ્યો જાવા મળ્યા. સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરો આ જીતને સંગઠન માટે ગૌરવની પળ ગણાવી રહ્યા છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ઝાલમુડીનો સ્વાદ માણ્યો હતો, ત્યારથી આ વાનગી ખાસ ચર્ચામાં આવી હતી. હવે જીતના અવસરે એ જ ઝાલમુડી બનાવીને ઉજવણી કરવાથી કાર્યકરોમાં એક અલગ જ ગૌરવની લાગણી જોવા મળી. સ્થાનિક સંસ્કૃતિ અને બંગાળની પરંપરાને જોડતી આ ઉજવણી કમલમ કાર્યાલયનું મુખ્ય આકર્ષણ બની. આમ, ભાજપે રાજકીય જીતને સાંસ્કૃતિક સ્પર્શ આપીને ઉજવી, જે કાર્યકરો માટે યાદગાર ક્ષણ બની રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News