Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'પવનચક્કીનું કામ નહીં મૂકો તો બાપ-દીકરાને જાનથી મારી નાખીશું'કહી ધમકી આપી

'પવનચક્કીનું કામ નહીં મૂકો તો બાપ-દીકરાને જાનથી મારી નાખીશું'કહી ધમકી આપી

Sanjog News 1 week ago

બાબરાના કોટડાપીઠા ગામે "પવનચક્કીનું કામ નહીં મૂકો તો બાપ-દીકરાને જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી હતી. બનાવ અંગે હરપાલભાઈ પથુભાઈ પસીયા (ઉં.વ.૨૯)એ જયપાલભાઈ કિરીટભાઈ બોરીચા તથા વનરાજભાઈ વલકુભાઈ બોરીચા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતાજીએ પવનચક્કીની આઇનોક્ષ કંપનીમાં લાઇઝનિંગનું કામ રાખ્યું હતું. જે કામ આરોપીઓ ખોટી રીતે દાદાગીરી કરીને તેમના પિતા પાસેથી પડાવી લેવા માંગતા હતા.જેથી આરોપીઓએ "જો તમે આ પવનચક્કીનું કામ નહીં મૂકો તો બંને બાપ-દીકરાને જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી હતી.

તેમજ તેમના પિતાએ લાઇઝનિંગથી રાખેલી પવનચક્કીના લોકેશન પર જઈ બંને આરોપીઓએ ગાળો બોલી લોખંડના પાઇપ વડે ત્યાં પડેલા જે.સી.બી. મશીન તથા મેઇન ક્રેનના કાચ તોડી નુકસાન પહોંચાડ્‌યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે. સી. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News