Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પેઢીનામાની કામગીરી પાંચ મહિનાથી બંધ રહેતા પ્રતાપ દુધાતની મુખ્યમંત્રીને રજૂઆત

પેઢીનામાની કામગીરી પાંચ મહિનાથી બંધ રહેતા પ્રતાપ દુધાતની મુખ્યમંત્રીને રજૂઆત

Sanjog News 1 week ago

મરેલી જિલ્લામાં પંચાયત અને મહેસૂલ વિભાગના અધિકારીઓ વચ્ચેના સંઘર્ષને કારણે છેલ્લા પાંચ મહિનાથી પેઢીનામાની કામગીરી બંધ હોવાનું સામે આવ્યું છે. જમીનમાં વારસાઈ, હયાતીમાં હક તેમજ મકાનમાં નામ ચડાવવા માટે પેઢીનામું જરૂરી હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે તાજેતરમાં પરિપત્ર કરીને રેવન્યુ તલાટી-મંત્રીને પેઢીનામું બનાવવાની જવાબદારી સોંપી હોવા છતાં આજદિન સુધી તેનો યોગ્ય અમલ થયો નથી.

સામાન્ય પેઢીનામું મેળવવા માટે પણ લોકોને પાંચ મહિનાથી ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. આથી સરકારી પરિપત્રની તાત્કાલિક અમલવારી કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈએ રજૂઆત કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News