રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ખાતે રણછોડરાયજી મંદિરનો ૧૦૭મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. કારતક સુદ એકમ અને બીજ નિમિત્તે બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૦ નવેમ્બર, મંગળવારના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ગોવર્ધન પૂજન યોજાશે. ત્યારબાદ સવારે ૧૧ઃ૩૦ કલાકે અન્નકૂટ દર્શન અને ૧૧ઃ૪૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

