Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રવીણ તોગડિયાનું 'વારો ન આવવા દે તે જ નેતા બને' નિવેદન, વીડિયો વાયરલ

પ્રવીણ તોગડિયાનું 'વારો ન આવવા દે તે જ નેતા બને' નિવેદન, વીડિયો વાયરલ

Sanjog News 5 days ago

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા હાલ અમરેલી જિલ્લાના પ્રવાસે છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હિન્દુ સંગઠનોને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે તેમના દ્વારા કાર્યકરો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે. દરમિયાન વડિયા ખાતે યોજાયેલી એક બેઠક બાદ તોગડિયાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.વડિયાની પટેલ સમાજવાડી ખાતે હિન્દુ સંગઠન સાથે જાડાયેલા કાર્યકરોની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સ્થાનિક આગેવાનો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન સંગઠનના વિસ્તરણ, કાર્યકરોની સક્રિયતા અને વિવિધ સામાજિક-ધાર્મિક કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રવીણ તોગડિયાના અમરેલી પ્રવાસ દરમિયાન વિવિધ તાલુકાઓમાં નાની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યકરોમાં જાગૃતિ વધારવા અને હિન્દુ સંગઠનોનો વ્યાપ વધારવાના હેતુથી સ્થાનિક સ્તરે પ્રવૃત્તિઓને વેગ આપવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. વડિયામાં યોજાયેલી બેઠક દરમિયાન પણ સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો હતો. કાર્યકરોને અલગ-અલગ વિસ્તારોમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવા માટે પણ જણાવાયું હતું. ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં એકતા અને સંગઠનભાવ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું બેઠક દરમિયાન જણાવાયું હતું.બેઠક દરમિયાન મીડિયા સાથે વાતચીત પહેલાં પ્રવીણ તોગડિયાએ એક ટિપ્પણી કરી હતી, જે હવે ચર્ચાનો વિષય બની છે. તેમણે કહ્યું હતું કે 'વારો ન આવવા દે તે જ નેતા બને.' તેમના આ શબ્દો સાંભળ્યા બાદ સ્થળ પર હાજર કેટલાક લોકો હસી પડ્યા હતા. જાકે, આ નિવેદનનો ચોક્કસ સંદર્ભ શું હતો તે અંગે અલગ-અલગ ચર્ચાઓ થઈ રહી છે. નિવેદનની વીડિયો Âક્લપ સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
પ્રવીણ તોગડિયાના આ નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. વીડિયોને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાવા મળી રહી છે. ખાસ કરીને 'વારો ન આવવા દે તે જ નેતા બને' જેવા શબ્દોને લઈને લોકો વિવિધ પ્રકારના અર્થઘટન કરી રહ્યા છે.હાલમાં તોગડિયા નો અમરેલી જિલ્લાનો પ્રવાસ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત છે. વડિયામાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક કાર્યકરો સાથે સંગઠનને વધુ સક્રિય બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ આવી બેઠકો તથા ધાર્મિક-સામાજિક કાર્યક્રમો યોજાવાની શક્યતા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News