પ્રિસિઝન ર્ફામિંગ: નવા યુગની આધુનિક પધ્ધતિ ર૦/૦૭/ર૦ર૬ લેવી • જિઓગ્રાફિકલ ઇન્ફોરમેશન સિસ્ટમ
• રિમોટ સેન્સિંગ
• કૃત્રિમ બુધ્ધિ અને રોબોટિક્સ ડ્રોન
પાકને લગતી દરેક નાની-મોટી માહિતી મળે છે
આવી ટેક્નોલોજીના ઉપયોગથી ખેતીના વધતા ખર્ચ અને કુદરતી આફતોને કારણે થતા નુકસાનને પણ ટાળી શકાય છે. તે પર્યાવરણ પર પ્રતિકૂળ અસરો ઘટાડવામાં પણ મદદ કરે છે.
પ્રિસિઝન ર્ફામિંગમાં આધુનિક ટેક્નિકલ સાધનોનો ઉપયોગ થાય છે. આમાં સેન્સરની મદદથી પાક, માટી, નીંદણ, કિટકો કે છોડમાં થતા રોગોની સ્થિતિ જાણી શકાય છે.
આ તકનીકોની મદદથી પાકમાં દરેક નાના ફેરફારોને ટ્રેક કરી શકાય છે. જેમાં આવનાર સમયમાં બદલાવ વાતાવરણ અને જળવાયું પરિવર્તનમાં ડ્રોન જેવી તકનીકનો ઉપયોગથી કૃષિમાં આગામી હરિયાળી ક્રાંતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. કૃષિ ડ્રોનનો ઉપયોગ સચોટ ખેતી માટે થાય છે. જે ખેતીની એક આધુનિક પધ્ધતિ છે જે કાર્યક્ષમતા ને શ્રેષ્ઠ બનાવવા માટે વધુ માહિતી અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરે છે. ખેડૂતો, ડ્રોન ધ્વરા મેળવેલી માહિતીના આધારે નિર્યણયો બનાવી શકાય છે. જેથી પાકનું ઉચ્ચ ગુણવતા અને સારું ઉત્પાદન જાળવવી શકાય છે અને ખેતી ખર્ચ માં પણ ખટાડો કરી શકાય છે.
પ્રિસિઝન ર્ફામિંગના ફાયદા શું છે?
કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. જમીનનું સ્વાસ્થ્ય બગડતું નથી. પાકને વધુ પડતા રસાયણોની જરૂર પડતી નથી. પાણી જેવા સંસાધનોનો યોગ્ય અને પર્યાપ્ત ઉપયોગ થાય છે. તેનાથી પાકની ગુણવત્તા, ઉત્પાદકતા વધારવામાં મદદ મળી છે. ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. આ પ્રકારની ખેતી ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે.
પડકાર શું છે?
પ્રિસિઝન ર્ફામિંગ પર કરવામાં આવેલા ઘણા સંશોધનો દર્શાવે છે કે આ માટે સૌથી મોટો પડકાર યોગ્ય શિક્ષણ અને નાણાકીય સ્થિતિ છે. ભારતમાં આ ખેતી અંગે સ્થાનિક નિષ્ણાતો, ભંડોળ, આ પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી વગેરેનો અભાવ છે. આ માટે પ્રિસિઝન ર્ફામિંગનો પ્રારંભિક ખર્ચ પણ ઘણો વધારે છે. આધુનિક યુગમાં, પ્રિસિઝન ર્ફામિંગના માધ્યમથી ડ્રોન
કૃષિ છેત્રે ખેડૂતોને પાકમાં ઉચ્ચ ગુણવતા અને ઉત્પાદનની ક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે અને ઉત્પાદન ખર્ચ અને મુશ્કેલીઓનો ઘટાડે છે.
