Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટના ૪ વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ કરાઇ

રાજકોટના ૪ વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ કરાઇ

Sanjog News 1 week ago

ફાકી અને તમાકુ ખાવાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમે જે તમાકુ મોંમાં નાખો છો તે કેન્સરની ગેરેન્ટીવાળી ઝેરી તમાકુ હોઈ શકે છે. રાજકોટ ટીમે લાતી પ્લોટમાંથી ડુપ્લીકેટ તમાકુ બનાવતી ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી બે વેપારી ભાઈઓની ધરપકડ કરી છે. એસઓજી પીઆઇને બાતમી મળી હતી કે કુવાડવા રોડ, લાતી પ્લોટ શેરી નં.૧૧ માં ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન થાય છે.

બાતમીના આધારે એએસઆઇ રાજેશભાઈ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી હિરેન કાંતીલાલ સોનેજી અને રાજુ કાંતીલાલ સોનેજી બંને સગા ભાઈઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે ગોડાઉનમાંથી ગોલ્ડ, બ્લેક, સિલ્વર તમાકુના ૫૦૦ ગ્રામ અને ૨૦૦ ગ્રામના પેકેટો, લાલ-સફેદ ખાલી ડબ્બીઓ, આશરે ૪૦ કિલો ખુલ્લી તમાકુ, ૧૫૦ લીટર લાઈટ લીક્વીડ પેરાફીન ઓઈલ, સુગંધિત પરફ્યુમ ભરેલા એલ્યુમિનિયમ કેન, બે ગ્રાઇન્ડર મશીન, ઈલેક્ટ્રિક મોટર અને કથ્થઈ કલરનો પાઉડર સહિતનો લાખોનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ફેક્ટરીને સીલ કરી દીધી છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બંને ભાઈઓ વર્ષ ૨૦૨૨થી પાન મસાલાનો હોલસેલ ધંધો કરે છે. તેઓ જેતપુરથી ઇમ્તિયાઝ નામના શખ્સ પાસેથી માત્ર ૪૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાચી અને હલકી તમાકુ લાવતા હતા. ત્યારબાદ ગોડાઉનમાં તેમાં બાગબાન ૧૩૫, ૩૦૦ જેવી બ્રાન્ડનો ટેસ્ટ લાવવા માટે ખતરનાક કેમિકલ, પેરાફીન ઓઈલ અને સુગંધિત પરફ્યુમ ભેળવીને ઓરિજિનલ જેવી બનાવતા હતા અને બજાર ભાવ કરતા ઓછા ભાવે છૂટક વેપારીઓને વેચી દેતા હતા. જે સીધું લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટીના લાયસન્સ વગર ગેરકાયદે ઉત્પાદન અને વેચાણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News