Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટના પડધરીમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો વિરોધ, ટ્રેક્ટર રેલી સાથે ચાર ગણા વળતરની માગ

રાજકોટના પડધરીમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો વિરોધ, ટ્રેક્ટર રેલી સાથે ચાર ગણા વળતરની માગ

Sanjog News 1 week ago

રાજકોટ જિલ્લામાં વીજ ટ્રાન્સમિશન લાઇન માટે ઉભા કરવામાં આવનારા વીજપોલના મુદ્દે ખેડૂતોનો વિરોધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. પડધરી તાલુકાના અનેક ગામોના ખેડૂતો જમીન સંપાદન અને વળતરની નીતિ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની ખેતીની જમીન પર વીજ ટ્રાન્સમિશન લાઇનના પોલ ઉભા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય અને વાજબી વળતર આપવામાં આવી રહ્યું નથી.

આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.આ વિરોધના ભાગરૂપે પડધરી તાલુકામાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે રેલીમાં જાડાયા હતા અને સરકાર તેમજ સંબંધિત વિભાગ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેમની સંમતિ વિના જમીન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેતી અને રોજગારી પર સીધી અસર પડશે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ પડધરી તાલુકાના ખજરૂડી, ખોડાપીપર સહિત ચાર ગામોના ખેડૂતોને વીજપોલ ઉભા કરવાની કાર્યવાહી અંગે નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યા બાદ ખેડૂતોમાં વધુ ચિંતા અને અસંતોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે જમીન તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે અને તેના પર વીજ ટ્રાન્સમિશન લાઇન ઉભી કરવાથી ખેતીની કામગીરીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તેથી યોગ્ય વળતર અને ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખ્યા વિના કોઈપણ કાર્યવાહી સ્વીકાર્ય નથી.
વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી કે જમીનના બદલામાં બજારભાવ મુજબ ચાર ગણુ વળતર આપવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જમીન સંપાદન સંબંધિત કાયદા મુજબ યોગ્ય વળતર મળવું તેમનો અધિકાર છે. જા તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં વધુ મોટા પાયે વિરોધ કાર્યક્રમો યોજશે.
ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જા સરકાર અને સંબંધિત તંત્ર ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી નહીં લે અને યોગ્ય નિર્ણય નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ટ્રેક્ટર રેલી પછી પણ ખેડૂતો પોતાની લડત ચાલુ રાખવાના મૂડમાં જાવા મળી રહ્યા છે. હાલ સમગ્ર મામલે સ્થાનિક વહીવટી તંત્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા થાય તેવી શક્્યતા છે, પરંતુ ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જ્યાં સુધી યોગ્ય વળતર અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News