ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલા આયોજિત સમસ્ત બાબરિયાવાડ પ્રજાપતિ સમાજનો ૨૯ મો ઇનામ વિતરણ અને વાલી સંમેલન કાર્યક્રમ ડો. મેહુલભાઈ ટાંકના અધ્યક્ષ સ્થાને માધવ ફાર્મ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો, આમંત્રિત મહેમાનો, દાતાઓ અને સમસ્ત બાબરીયાવાડ પ્રજાપતિ સમાજના ૧૦૦૦ થી વધુ ભાઈઓ બહેનો હાજરી આપી હતી. ધોરણ ૧ થી ૧૨ તથા ડિગ્રી કોર્સના ૩૫૦ થી વધારે વિદ્યાર્થીઓને ઇનામ અને શીલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ ભોજન સમારંભના દાતા ઘનશ્યામભાઈ પરમારના માધવ ફાર્મમાં રાખેલું જેમાં પ્રમુખ પરેશભાઈ પરમાર શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્ઞાતિની બાળાઓ સ્વાગતગીત અને રાસ રજુ કર્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા કેળવણી મંડળના બધા સભ્યો ખૂબ જહેમત ઉઠાવ્યા હતા. અંતમાં મંત્રી મહેશભાઈ વાઘેલા આભાર માનીને કાર્યક્રમ પૂરો કર્યો.

