Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજુલામાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને આયોજન સમિતિની બેઠક યોજાઈ

રાજુલામાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને આયોજન સમિતિની બેઠક યોજાઈ

Sanjog News 3 weeks ago

રાજુલા શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને રાજુલા જન્માષ્ટમી ઉત્સવ સમિતિની ખાસ બેઠક આહિર સમાજની વાડી ખાતે યોજાઈ હતી. બેઠકમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અગાઉના વર્ષના આયોજનની સમીક્ષા કરી આગામી ઉજવણી વધુ ભવ્ય અને શિસ્તબધ્ધ રીતે થાય તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.જન્માષ્ટમી પર્વ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને ગ્રુપ દ્વારા કરવામાં આવતી કામગીરીને પ્રોત્સાહન આપવા ઇનામ વિતરણનું આયોજન કરાયું હતું.

આગેવાનોના હસ્તે વિજેતા તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રુપને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બેઠકમાં જયંતીભાઈ જાની, જયેશભાઈ શેઠ, પ્રવીણભાઈ બાવળીયા, ભુપતભાઈ ધોળકિયા, અર્જુનભાઈ ગોહિલ સહિત સમિતિના સભ્યો તથા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ દવે, મનીષભાઈ વાળા, યુવરાજભાઈ ચાંદુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News