Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સા.કુંડલામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠક યોજાઇ

સા.કુંડલામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠક યોજાઇ

Sanjog News 1 week ago

સાવરકુંડલાની કે. કે. હઈસ્કૂલમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગની જિલ્લા કારોબારી બેઠક ૨૬ ઓગષ્ટના રોજ યોજાઇ હતી. જેમાં પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, પ્રાંતના હોદ્દેદારો જીતેન્દ્રભાઈ ઠાકર, ભાભલુભાઈ વરુ, જયદેવભાઈ સિચાંગીયા, રામભાઈ કેશવાલા, જનકભાઈ સાબવા, સુરેશભાઈ ખુમાણ, વિજયભાઈ મકવાણા, નિલેશભાઈ કોઠડીયા, વર્ગ ૨ નીરવભાઈ કારીયા અને સુનિલભાઈ ગોયાણી, અજયભાઈ માઢક, કે.કે.હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયા, દોશી હાઇસ્કૂલના આચાર્ય ઉષાબેન તેરૈયા , હીમાંશુભાઈ બોરીસાગર અને માતૃશક્તિ તેમજ જિલ્લા કોર ટીમની હાજરીમાં જિલ્લા કારોબારી બેઠક યોજાઇ હતી.

જનકભાઈ સાબવાની દરખાસ્ત પછી સંગઠનની નવી ટીમોની જાહેરાત કરી હતી. જેમાં આચાર્ય સંવર્ગમાં અધ્યક્ષ તરીકે રામભાઈ કેશવાલા, મંત્રી જયેશભાઇ રામ તથા માધ્યમિક સંવર્ગમાં અધ્યક્ષ કિશોરભાઈ વરુ, મંત્રી ઉમેશભાઈ ડોબરીયા અને સરકારી ઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાં અધ્યક્ષ બાબુભાઇ વાઘ, મંત્રી દીપકભાઈ મકવાણાની વરણી સાથે ત્રણેય સવર્ગની આખી ટીમની જાહેરાત કરી હતી. પ્રાથમિક સંવર્ગમાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે પ્રણવભાઈ માલવીયા, સહમંત્રી તરીકે કલ્પેશભાઈ કાબરીયા, કારોબારી તરીકે મુકેશભાઈ સોરઠીયાની નિમણૂક કરી હતી. બધા વિભાગના કુલ ૪૯ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News