Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાવરકુંડલામાં શ્રી યમુના છઠ્ઠ ઉત્સવની ભવ્ય ઉજવણી

સાવરકુંડલામાં શ્રી યમુના છઠ્ઠ ઉત્સવની ભવ્ય ઉજવણી

Sanjog News 12 hrs ago

સાવરકુંડલાની મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ ખાતે અધિક જેઠ સુદ છઠ્ઠના અવસરે ગોપી મંડળ દ્વારા 'શ્રી યમુના છઠ્ઠ ઉત્સવ'ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારે યમુનાજીના ચુંદડી મનોરથ અને લોટીજીના સામૈયાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે વૈષ્ણવો માટે શરબત, મહાપ્રસાદ તેમજ સાંજે અલ્પાહાર અને આઈસ્ક્રીમની સુંદર વ્યવસ્થા કરાઈ હતી.

બહેનોએ યમુનાષ્ટકના પાઠ, રાસ અને ગરબાની રમઝટ બોલાવી વાતાવરણ કૃષ્ણમય બનાવ્યું હતું. સાંજે યમુનાજીની આરતી તથા પ્રભુના બંગલા દર્શનનો મનોરથ યોજાયો હતો. બેઠકજી કમિટીના સહયોગથી આ મહોત્સવને સફળ બનાવવા ગોપી મંડળની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં સંચાલિકા શિલ્પાબેન ચંદારાણાએ તમામ વૈષ્ણવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News