Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શેડુભારમાં રોડના ચાલુ કામમાં ભ્રષ્ટાચારની આશંકા, ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલ

શેડુભારમાં રોડના ચાલુ કામમાં ભ્રષ્ટાચારની આશંકા, ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલ

Sanjog News 2 weeks ago

મરેલી તાલુકાના શેડુભાર ગામમાં ચાલી રહેલા રોડના કામને લઈને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કામ પૂર્ણ થાય તે પહેલાં જ રોડ પર તિરાડો અને ગાબડા પડવા લાગ્યા છે, જેના કારણે કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. પૂર્વ ઉપસરપંચ અને ગામના લોકોએ સ્થળ પર વિરોધ નોંધાવી જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

ગ્રામજનોએ આરએમબીના અધિકારીઓ સમક્ષ સમગ્ર કામની તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ ગુણવત્તાયુક્ત રોડનું કામ કરાવવાની માંગ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News