Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શેરબજારમાં ઉથલપાથલ,સેન્સેક્સ ૧,૧૦૦ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૨૩,૫૫૦ થી નીચે સરકી ગયો

શેરબજારમાં ઉથલપાથલ,સેન્સેક્સ ૧,૧૦૦ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૨૩,૫૫૦ થી નીચે સરકી ગયો

Sanjog News 2 weeks ago

ઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીનો અનુભવ થયો. સવારે થોડા વધારા સાથે ખુલેલા બજારને બપોર સુધીમાં મંદીનો સામનો કરવો પડ્યો, જેના કારણે દલાલ સ્ટ્રીટ પર લોહીના ખાબોચિયા જેવી સ્થીતિ સર્જાઈ. આ ભારે વેચાણ દબાણ હેઠળ, સેન્સેક્સ લગભગ ૧,૧૦૦ પોઈન્ટ ઘટી ગયો, જ્યારે નિફ્ટી પણ ૨૩,૫૫૦ ના સ્તરથી નીચે સરકી ગયો, જે ૨૩,૫૫૦ ના સ્તરથી નીચે બંધ થયો.

આ અચાનક બજારના ધક્કામુક્કીથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા.
ટ્રેડિંગના અંતે, દ્ગજીઈ નો મુખ્ય સૂચકાંક, નિફ્ટી ૫૦, ભારે વેચાણના દબાણ હેઠળ ઝડપથી નીચે આવી ગયો, જે ૨૩,૫૫૦ ના સ્તરથી નીચે બંધ થયો. આજે મુખ્ય શેરો સાથે વ્યાપક બજારમાં ગભરાટભરી વેચવાલીનો દબદબો રહ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ૧ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો.
આજના વેપારની સૌથી નોંધપાત્ર વિશેષતા એ હતી કે આઇટી ક્ષેત્ર સિવાય તમામ ક્ષેત્રો લાલ નિશાનમાં હતા. ઓટો, મેટલ, ઉર્જા અને તેલ અને ગેસ ક્ષેત્રોએ બજારને નીચે ખેંચવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી. આ બધા ક્ષેત્રોએ આજના સત્રમાં લગભગ ૨% ઘટીને બંધ કર્યું.
નિફ્ટીના સૌથી વધુ ઘટાડાઃ આજે આઇશર મોટર્સ, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડીગો), પાવર ગ્રીડ કોર્પોરેશન,ઓએનજીસી અને બજાજ ઓટોના શેરોને સૌથી વધુ ફટકો પડ્યો.
નિફ્ટીના સૌથી વધુ ઘટાડાઃ આ ઘટાડા વચ્ચે પણ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, વિપ્રો અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર લીલા નિશાનમાં રહેવામાં સફળ રહ્યા.
ભારતીય હવામાન વિભાગના તાજેતરના નિવેદનને શેરબજારમાં આ અચાનક ઘટાડા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. દેશના મોટા ભાગોમાં પ્રવર્તી રહેલી તીવ્ર ગરમી અને ગરમીની લહેર વચ્ચે,આઇએમડીએ શુક્રવારે દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે તેની આગાહી ઘટાડી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News