Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોંદરડા ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

સોંદરડા ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

Sanjog News 1 week ago

સોંદરડા ગામના પાટીયા પાસે ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગે હાલ ખેડબ્રહ્મા ખાતે રહેતા મૂળ ઉનાના આશીષકુમાર નાથાલાલ કુહાડીયા (ઉં.વ.૪૫)એ મોટરસાઇકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ પોતાની ફોર-વ્હીલર લઈને ખેડબ્રહ્માથી વતન ઉના જઈ રહ્યા હતા. તે વખતે ટીંબી ગામથી આગળ સોંદરડા ગામના પાટીયા પાસે હાઇવે રોડ પરના વળાંકમાં પહોંચતાં, સામેથી એક મોટરસાઇકલ ચાલક રોંગ સાઇડમાં પૂર્ણ ઝડપે અને બેફિકરાઈથી મનુષ્યનું જીવન જોખમાય તે રીતે વાહન ચલાવીને આવ્યો હતો અને તેમની કારની જમણી બાજુના દરવાજા સાથે અકસ્માત સર્જ્યો હતો.

ત્યારબાદ તે રોડની વચ્ચે આવેલા ડીવાઈડર (પાળી) નજીક જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઘટના અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એન. પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News