Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં ૨૫ કારીગરોએ હાઇડ્રોલિક રથ  તૈયાર કર્યો , વીજળીના તાર અને બ્રિજ આવતા જ આપમેળે ઉચાઇ બદલાશે

સુરતમાં ૨૫ કારીગરોએ હાઇડ્રોલિક રથ તૈયાર કર્યો , વીજળીના તાર અને બ્રિજ આવતા જ આપમેળે ઉચાઇ બદલાશે

Sanjog News 1 week ago

ગુજરાતભરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે, ત્યારે ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં પણ આ વખતે ભક્તિ અને આધુનિક ટેકનોલોજીનો એક અદભુત સમન્વય જાવા મળશે. સુરત જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા આગામી ૧૬ જુલાઈ, ગુરુવારના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે સુરતના રાજમાર્ગો પર જે રથ દોડશે તે માત્ર ધાર્મિક રીતે જ નહીં, પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ અત્યંત ખાસ અને આધુનિક છે, જેને જાવા માટે અત્યારથી જ લોકોમાં ભારે ઉત્સુકતા છે.
સુરત ઇસ્કોન મંદિરના સંચાલક સૂચિ સુત કુમાર દાસે રથયાત્રાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષની રથયાત્રાની સૌથી મોટી વિશેષતા ભગવાનનો આધુનિક રથ છે. આ વિશેષ રથ ગત ૨૭ તારીખે મુંબઈથી સુરત જહાંગીરપુરા ખાતે આવી પહોંચ્યો છે. આ રથ સંપૂર્ણપણે હાઇડ્રોલિક મશીન અને પાવર સ્ટીયરિંગ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે તેને ઓપરેટ કરવામાં અત્યંત સરળ અને સુરક્ષિત બનાવે છે.
ભગવાન જગન્નાથજીની નગરચર્યા માટે પરંપરાગત રીતે લાકડાના રથનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ પ્રશાસનના જણાવ્યા મુજબ રથને ૨૫ થી ૨૬ વર્ષથી વપરાશ થયો હોવાને કારણે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે નવો રથ બનાવાયો છે. જેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે લાકડાને બદલે મજબૂત લોખંડમાંથી બનાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ૨૫ કારીગરોની સતત મહેનતથી તૈયાર થયેલો આ હાઈટેક રથ અંદાજે ૧૨ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
દેખાવની વાત કરીએ તો, આ રથ મુખ્યત્વે ભવ્ય અને આકર્ષક લાલ રંગથી રંગાયેલો છે. રથની બંને બાજુએ મધ્યમાં મોટા અને આકર્ષક અક્ષરોમાં રંગબેરંગી હરે રામા અને હરે કૃષ્ણા લખવામાં આવ્યું છે, જે રથયાત્રા દરમિયાન ભક્તોમાં હરિનામ સંકીર્તનનો ઉત્સાહ વધારશે. આ ઉપરાંત, રથના વિશાળ પાવર વ્હીલ્સ (પૈડાં) પર પરંપરાગત અને અત્યંત સુંદર કલાત્મક ચિત્રકામ તેમજ ડિઝાઇન કરવામાં આવી છે, જે આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.સૌથી અદભુત બાબત એ છે કે, રથ પર એક ઊંચી હાઇડ્રોલિક ક્રેન જેવી સિસ્ટમ અને ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજીની મદદથી યાત્રા દરમિયાન માર્ગમાં આવતા વીજળીના તાર, બ્રિજ કે અન્ય અવરોધો મુજબ રથની ઊંચાઈને સરળતાથી વધારી કે ઘટાડી શકાશે. આમ, આ રથ આધુનિક આઞ્જીનિયરિંગ અને સ્થાપત્ય કલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
આ રથયાત્રા બપોરે ૩ વાગ્યે સુરત રેલ્વે સ્ટેશનથી શંખનાદ સાથે પ્રસ્થાન થયા બાદ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરશે. આ યાત્રા રેલ્વે સ્ટેશનથી નીકળીને રિંગ રોડ, અઠવાગેટ, ગુજરાત ગેસ સર્કલ અને ઋષભ ટાવર જેવા વ્યસ્ત અને પ્રખ્યાત વિસ્તારોમાંથી પસાર થશે. ત્યારબાદ આ રથયાત્રા મોરાભાગળ થઈને મોડી રાત્રે ૯ વાગ્યે જહાંગીરપુરા Âસ્થત ઇસ્કોન મંદિરે પહોંચીને સંપન્ન થશે. રથયાત્રાના સ્વાગત માટે સમગ્ર રૂટ પર ભક્તો દ્વારા રંગોળી અને ફૂલોની સજાવટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તોની સગવડતા માટે ઇસ્કોન મંદિર પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ આખરી તબક્કામાં છે. યાત્રામાં જાડાનારા હજારો શ્રદ્ધાળુઓ માટે શુદ્ધ પીવાના પાણીની અને ભગવાનના પવિત્ર મહાપ્રસાદની પૂરતી અને ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ગરમી કે ભીડના કારણે કોઈ પણ શ્રદ્ધાળુને તકલીફ ન પડે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News