Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા 'ગંદા ખેલ' પર પોલીસની રેડ,સંચાલક સહિત ૩ની ધરપકડ

સુરતમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા 'ગંદા ખેલ' પર પોલીસની રેડ,સંચાલક સહિત ૩ની ધરપકડ

Sanjog News 2 weeks ago

હેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસે શરૂ કરેલી ઝુંબેશ વચ્ચે મહિધરપુરા વિસ્તારમાં દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. મહિધરપુરા પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે સબરસ ગરનાળા વિસ્તારમાં આવેલા સહયોગ ગેસ્ટ હાઉસ પર દરોડો પાડી ગેસ્ટ હાઉસની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના રેકેટનો ભાંડો ફોડ્યો છે. પોલીસને મળેલી માહિતી મુજબ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર ચલાવવામાં આવતો હતો.

જેના આધારે મહિધરપુરા પોલીસની ટીમે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે સંયુક્ત આયોજન કરીને સ્થળ પર રેડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસને દેહવ્યાપાર સંબંધિત પ્રવૃત્તિઓના પુરાવા મળ્યા હતા. કાર્યવાહી દરમિયાન ગેસ્ટ હાઉસના સંચાલક સહિત કુલ ત્રણ આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરાંત ત્યાંથી બે મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી.
મહિલાઓને જરૂરી કાયદાકીય પ્રક્રિયા અને સુરક્ષા હેઠળ રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે દરોડા દરમિયાન રોકડ સહિત કુલ રૂ. ૨૯,૧૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન ગેસ્ટ હાઉસના માલિક તેમજ એક દલાલની સંડોવણી પણ સામે આવતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે આરોપીઓ સામે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે જેથી આ રેકેટ સાથે અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે અંગે પણ તપાસ થઈ શકે.
આ કાર્યવાહી મહિધરપુરા પોલીસ માટે મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં હોટલ, લોજ અને ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા ગેરકાયદે ધંધાઓ સામે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, દેહવ્યાપાર જેવા ગેરકાયદેસર કૃત્યોમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News