Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
તમિલનાડુના મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ 'અપમાનજનક' ટિપ્પણી કરવા બદલ ડીએમકે ધારાસભ્ય અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ

તમિલનાડુના મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ 'અપમાનજનક' ટિપ્પણી કરવા બદલ ડીએમકે ધારાસભ્ય અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ

Sanjog News 4 months ago

ડીએમકેના ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય અનિતા આર. રાધાકૃષ્ણનની શુક્રવારે પોલીસે ધરપકડ કરી હતી. ટીવીકે પ્રમુખ અને મુખ્યમંત્રી સી. જાસેફ વિજય વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ તેમની સામે દાખલ કરાયેલા કેસમાં મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ રાધાકૃષ્ણન દ્વારા ૨૦ જૂનના રોજ તિરુચેન્દુર નજીક અથુરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.

કરુણાનિધિની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી જાહેર સભામાં આપેલા ભાષણ સાથે સંબંધિત છે.
પોલીસે જણાવ્યું હતું કે સભા દરમિયાન રાધાકૃષ્ણને મુખ્યમંત્રી સી. જાસેફ વિજય વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડના ડરથી, રાધાકૃષ્ણને આગોતરા જામીન માટે મદ્રાસ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. જાકે, શુક્રવારે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. કોર્ટના આદેશ બાદ, પોલીસે ધારાસભ્યની ધરપકડ કરી હતી જ્યારે તેઓ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા માટે સરકારી કાર્યાલયમાં ગયા હતા.આથુર પોલીસ સ્ટેશનની એક ટીમે આ કેસના સંદર્ભમાં તેમની અટકાયત કરી હતી. જાકે, ડીએમકે કાર્યકરોએ પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા અને તેમને પોલીસ વાહનમાં લઈ જતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટીના કાર્યકરોએ ટીવીકે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રાધાકૃષ્ણનને બાદમાં તિરુચેન્દુર નજીક અથુર પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
દરમિયાન, તમિલનાડુ સરકારે તાજેતરમાં રાજ્યપાલ આર.એન. રવિને વિનંતી કરી હતી કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસોમાં ભૂતપૂર્વ પ્રધાનો અનિતા આર. રાધાકૃષ્ણન અને વી. સેન્થલ બાલાજી સામે તપાસ અને કેસ ચલાવવાની મંજૂરી આપે. તમિલનાડુના વીજળી પ્રધાન સી.ટી. આર. નિર્મલ કુમારે સોમવારે ગિન્ડીના રાજભવનમાં એક બેઠક દરમિયાન રાજ્યપાલ આર.એન. રવિને સરકારની વિનંતી સુપરત કરી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News