Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટીંબીમાં ગોકળગાય ગતિએ ચાલતા રોડના કામને લઈ આગેવાનો અને વેપારીઓમાં રોષ

ટીંબીમાં ગોકળગાય ગતિએ ચાલતા રોડના કામને લઈ આગેવાનો અને વેપારીઓમાં રોષ

Sanjog News 1 week ago

જાફરાબાદ તાલુકાના ટીંબી શહેરમાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા છેલ્લા પાંચ મહિનાથી આર.સી.સી. રોડનું કામ ચાલી રહ્યું છે. પરંતુ તંત્રની ગોકળગાય ગતિ અને નબળી ગુણવત્તાના કારણે સ્થાનિક વેપારીઓ, વાહનચાલકો અને સામાન્ય જનતા ભારે હાલાકી ભોગવી રહી છે. શહેરમાં ઠેર-ઠેર કાંકરીઓના ઢગલા, તૂટેલી ગટરો અને આડેધડ મટીરીયલના લીધે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.

ખાસ કરીને ૬૬ કે.વી. સબ સ્ટેશન નજીક વીજ તાર નીચેથી પસાર થવું અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. ચોમાસું નજીક હોવા છતાં કામ અધૂરું હોવાથી અકસ્માતનો ભય વધ્યો છે. આ અંગે તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના સભ્ય શ્રી નરેશભાઈ પ્રવીણભાઈ જાદવે તંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે જો ગુણવત્તાયુક્ત કામગીરી સાથે આ રોડ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે, તો ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News