Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના પ્રયત્નોથી અમરેલીથી ચિતલ બસ સેવાનો પ્રારંભ

ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના પ્રયત્નોથી અમરેલીથી ચિતલ બસ સેવાનો પ્રારંભ

Sanjog News 1 week ago

મરેલીના મુસાફરોને વંદે ભારત ટ્રેનનો સરળતાથી લાભ મળી રહે તે માટે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કરેલી બસ સેવા શરૂ કરવાની જાહેરાત રંગ લાવી છે. અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બસ સેવાને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.વંદે ભારત ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ બસ સેવા શહેર તેમજ આસપાસના વિસ્તારના મુસાફરો માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે.

હવે મુસાફરોને અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News