Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાડજ સર્કલ નજીક નવો ફોર લેન ફ્લાયઓવર બનીને તૈયાર, સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ

વાડજ સર્કલ નજીક નવો ફોર લેન ફ્લાયઓવર બનીને તૈયાર, સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ

Sanjog News 2 weeks ago

મદાવાદના વાડજ સર્કલ નજીક છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી કામગીરી બાદ નવો ૭૦૦ મીટરથી વધુ લાંબો ફોર-લેન ફ્લાયઓવર બ્રિજ બનીને સંપૂર્ણ તૈયાર છે. છસ્ઝ્ર દ્વારા આ સંપૂર્ણ પ્રોજેક્ટનું અંદાજિત આયોજન રૂ. ૧૦૭ કરોડનું હતું, જેમાંથી રૂ. ૭૦ કરોડના ખર્ચે હાલ આ ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને મનપા દ્વારા સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ બ્રિજ શરૂ થવાથી ઉસ્માનપુરા, રાણીપ, આશ્રમ રોડ, ભીમજીપુરા અને શાહીબાગ વચ્ચેની કનેકટીવિટી ખૂબ જ સરળ બની જશે. તેના પરિણામે રોજના ૧ લાખથી વધુ વાહનચાલકોને વાડજ સર્કલના ભારે ટ્રાફિક જામમાંથી કાયમી મુક્તિ મળશે. આ ફ્લાયઓવર બ્રિજ કાર્યરત થયા બાદ, ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે દધીજી બ્રિજથી ભીમજીપુરા તરફ એક નવો અંડરપાસ બનાવવામાં આવશે.
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આજથી ત્રણ વર્ષ પહેલાં આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. છસ્ઝ્ર દ્વારા અંદાજિત રૂ. ૧૦૭ કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે ૭૦૦ મીટરથી વધુ લાંબો આ શાનદાર ફોર લેન ફ્લાયઓવર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. મનપા દ્વારા સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં આ બ્રિજનું લોકાર્પણ કરીને તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પૂરજાશમાં તૈયારીઓ ચાલી રહી છે.
વાડજ સર્કલ પર પીક અવર્સમાં થતી ભારે ટ્રાફિક જામની સમસ્યાથી હવે લોકોને મોટી રાહત મળશે. આ બ્રિજ શરૂ થવાથી રોજના ૧ લાખ કરતા પણ વધુ વાહનચાલકોને સીધો ફાયદો થશે. આ ફ્લાયઓવરના નિર્માણથી ઉસ્માનપુરા, રાણીપ, આશ્રમ રોડ, ભીમજીપુરા અને શાહીબાગ વચ્ચેની કનેકટીવિટી ખૂબ જ સરળ અને ઝડપી બની જશે, જેનાથી વાહનચાલકોનો સમય અને ઇંધણ બંને બચશે.
વાડજ જંક્શનને સંપૂર્ણપણે ટ્રાફિકમુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા ભવિષ્યનું પણ આયોજન કરાયું છે. આ નવો ફ્લાયઓવર બ્રિજ કાર્યરત થયા બાદ, પ્રોજેક્ટના આગામી તબક્કામાં દધીજી બ્રિજથી ભીમજીપુરા તરફ એક નવો અંડરપાસ બનાવવામાં આવશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થતાં સમગ્ર વિસ્તારમાં વાહનોની અવરજવર એકદમ સરળ અને અવરોધમુક્ત બની જશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News