Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિપરીત પરિસ્થિતિઓને હરાવી વિજ્ઞાન ક્વિઝમાં ચમક્યો જાબાળનો ભાર્ગવ

વિપરીત પરિસ્થિતિઓને હરાવી વિજ્ઞાન ક્વિઝમાં ચમક્યો જાબાળનો ભાર્ગવ

Sanjog News 4 days ago

બાઢડા કેળવણી મંડળ સંચાલિત એચ. એન. વિરાણી હાઈસ્કૂલના ધોરણ-૧૦ના વિદ્યાર્થી બોરીસાગર ભાર્ગવ બકુલભાઈએ વિજ્ઞાન ક્વિઝમાં રાજ્યકક્ષાએ નોંધપાત્ર સિધ્ધિ મેળવી છે. ગુજકોસ્ટ અને ગુજરાત સરકાર પ્રાયોજિત 'નેશનલ સ્ટેમ્પ ક્વિઝ ૪.૦'માં ઝોનલ કક્ષાએ સફળતા મેળવી રાજ્યકક્ષાએ પસંદગી પામી હતી. ગાંધીનગર ગુજકોસ્ટ દ્વારા ભાર્ગવને સેમસંગ ટેબલેટ આપી સન્માનિત કરાયો હતો.

પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાની મહેનત અને શિક્ષક દિલીપભાઈ રાઠોડના માર્ગદર્શનથી તેણે આ સિધ્ધિ મેળવી છે. શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News