રાજકોટગુજરાત સરકારના કર્મચારીઓ તથા પેન્શનરોને દિવાળી પુર્વે 'સારા' સમાચાર આપવાના સંકેત છે. રાજય સરકાર કેન્દ્ર સરકારના પગલે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો આપી શકે છે.
એક તબકકે ઓકટોબર માસના પગાર સાથે જ આ મોંઘવારી ભથ્થાનો વધારો જોડી દેવાની તૈયારી હતી પણ કેન્દ્રએ મોડું જાહેર કરતા હવે તેમાં દિવાળી પુર્વે જાહેરાત થશે તથા તેનો લાભ પણ પેન્શનરોને મળશે.
હવે કેન્દ્રની તરાહ પર વધુ 4% ડીએ વધારો થવાની તૈયારી છે. જેનો લાભ પેન્શનરોને પણ મળશે. જો કે હવે દિવાળી પછી આગામી માસના પગારમાં જ તે રકમ મળશે તેવા સંકેત છે.

