Saturday, 31 Oct, 10.53 am સત્ય ડે

હોમ પેજ
આજે આકાશમાં ફરી દેખાશે 'બ્લુ મુન'નો અદભુત નજારો, 1 મહિનામાં આવી બીજી ઘટના

મુંબઇઃ આજે આકાશમાં ફરી બ્લુ મુનનો અદભુત નજારો જોવા મળશે. ઓક્ટોબર મહિનાના છેલ્લા શનિવારે રાત્રે આકાશમાં બ્લુ મુનનો નજારો જોવા મળશે. આમ એક મહિનામાં આવી બીજી ઘટના બનશે જેમાં દુર્લભ પૂર્ણ ચંદ્ર દેખાશે. સામાન્ય રીતે દરેક મહિનામાં એક વખત પૂનમ અને એક વખત અમાસ આવે છે. જો કે, આવું દુર્લભ હોય છે કે, મહિનામાં બે વખત પૂનમ આવે અને તેવામાં બીજા પૂર્ણ ચંદ્રને બ્લુમુન કહેવામાં આવે છે.

મુંબઈના નહેરૂ તારામંડળના નિદેશક અરવિંદ પ્રાંજપેયે કહ્યું છે કે, એક ઓક્ટોબરના પૂનમ હતી અને હવે બીજી પૂનમ 31 ઓકટોબરે છે. તેવામાં કેટલીક ગણતરી પણ લગાવવામાં આવી રહી છે. ચંદ્ર માસનો સમય 29.531 દિવસ અથવા 29 દિવસ, 12 કલાક, 44 મિનિટ અને 38 સેકન્ડ હોય છે. માટે એક મહિનામાં બે વખત પૂનમ આવવા માટે પહેલી પૂન મહિનાની પહેલી કે બીજી તારીખે હોવી જોઈએ.

પ્રાંજપેયે કહ્યું છે કે, 30 દિવસોમાં આવનારા મહિનામાં પાછલી વખત 30 જૂન 2007ના રોજ બ્લુમુન થયું હતું. હવે તે 30 સપ્ટેબર 2050ના રોજ થશે. તેણે કહ્યું કે, આ વર્ષે 2018માં બે વખત આવો અવસર આવ્યો છે કે જ્યારે બ્લુમુનની ઘટના થઈ છે. આ દરમયાન પહેલો બ્લુમુન 31 જાન્યુઆરી જ્યારે બીજો 31 માર્ચના રોજ થયો છે. તે બાદ હવે બ્લુમુન 31 ઓગષ્ટ 2023ના રોજ થશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Satya Day
Top