menu
સત્ય ડેઇન્ડિયા

આવતા રવિવારે એક સાથે 3 સરકારી પરીક્ષા લેવાશે, ઉમેદવારોમાં ચિંતાનો માહોલ

2 December 2019, 9:23 am

આગામી રવિવારે એક જ દિવસે ત્રણ પરિક્ષાઓ લેવામાં આવશે. જેથી કેટલાક મહિનાઓથી પરિક્ષાની તૈયારીઓ કરતા તમામ ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે.આઈબીપીએસ, ડીવાયએસઓ અને સી-ટેટ એમ ત્રણ ત્રણ પરીક્ષાઓ એક સાથે લેવાશે.

રાજ્યના તમામ વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે ખુબજ મહેનત કરી રહ્યા છે. તમામ પરિક્ષાના ફોર્મ ભરવાથી લઈને તારીખ સુધીમાં હજારો રૃપિયાનો ખર્ચ થઈ જાય છે. સરકારી નોકરીમાં સફળતા મેળવવા ખાનગી ટયુશનના ખર્ચા પણ કરતા હોય છે.

સરકાર તેમજ વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા આવતી જાહેરાત માટે ઓનલાઈન ફોર્મ ભરવા, ફોર્મ ફી જેવા ખર્ચ થાય છે. ત્યારે સરકાર તેમજ અન્ય ભરતી સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવે એક સાથે ત્રણ પરીક્ષા જાહેર થાય તો ઉમેદવારો અવઢવમાં મુકાઈ જાય છે.

No Internet connection

Link Copied