ચીનથી આવનારી તમામ ફ્લાઈટ પર અમેરીકાએ મૂક્યો પ્રતિબંધ

ચીનથી આવનારી તમામ ફ્લાઈટ પર અમેરીકાએ મૂક્યો પ્રતિબંધ

સત્ય ડે

સત્ય ડે

2134d

Loading...

ચીન વિરૂદ્ધ વધુ એક કડક પગલુ ભર્યુ છે. ટ્રમ્પે ચીનથી આવનારી તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ રોક 16 જૂનથી લાગુ થશે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે બુધવારે તેની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ હવે ચીનની ફ્લાઇટ અમેરિકામાં પ્રવેશ નહી કરી શકે.

ચીનની ફ્લાઇટ પર આ પ્રતિબંધ 16 જૂનથી લાગુ થશે. આ પહેલા અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સ અને યૂનાઇટેડ એરલાઇન્સે આ મહિને ચીન માટે ફરી ઉડાન શરૂ કરવા માટે કહ્યું હતું. અહી સુધી કે ચીની એરલાઇન્સે મહામારી દરમિયાન પણ અમેરિકા માટે પોતાની ફ્લાઇટ ચાલુ રાખી હતી. અમેરિકાએ ગત મહિને બેઇજિંગ પર અમેરિકન એરલાઇન્સ માટે ચીનની ઉડાન ફરી શરૂ કરવાને અસંભવ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

અમેરિકન પરિવહન વિભાગે સરકારી વેબસાઇટ પર પ્રકાશિત એક આદેશમાં કહ્યું હતું કે ડેલ્ટા એરલાઇન્સ અને યૂનાઇટેડ એરલાઇન્સ જૂનમાં ચીન માટે ઉડાન ફરી શરૂ કરવા માંગે છે.

Your Reaction?

5
4
1
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day

Comments

1
Loading comments...