menu
સત્ય ડેબિઝનેશ

હવે ATM નહીં પણ પડોશી દુકાનદાર પાસેથી આ રીતે મેળવો રોકડા રૂપિયા

28 January 2020, 5:27 am

નવ દિલ્હી : ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોનપે (PhonePe)એ ડિજિટલ ટ્રાંઝેક્શન તરફ એક મોટી પહેલ કરી છે. કંપનીએ PhonePe એટીએમ શરૂ કર્યું છે. જે નાના શહેરોમાં લોકોની રોકડ સમસ્યાઓ ઘટાડશે. જોકે હાલમાં ફોનપીએ આ સુવિધા દિલ્હી-એનસીઆરમાં શરૂ કરવાનું કહ્યું છે.

ખરેખર, ફોનપેના ગ્રાહકોને નજીકના દુકાનદારો પાસેથી રોકડ ઉપાડવાની સુવિધા મળશે. કંપનીનું કહેવું છે કે, તેની શરૂઆત દિલ્હી-એનસીઆરમાં પહેલા નાના પાયે કરવામાં આવી છે. આ સેવા દ્વારા લોકો પડોશની કોઈપણ દુકાન પર જઈને રોકડ (કેશ) મેળવી શકશે.

કેવી રીતે કામ કરશે

સામાન્ય માણસ જ્યારે મોટા ભાગે એટીએમ પર રોકડ ઉપાડવા પહોંચે છે ત્યારે કેટલીક વખત એટીએમમાં ​​રોકડ ખલાસ થઈ જાય છે અને કેટલીકવાર એટીએમ ખરાબ હોય છે.

Loading...

No Internet connection

Link Copied