Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડની ખુલ્લી ચેતવણી: "અમેરિકાએ કરી ઘાતક ભૂલ, ભોગવવા પડશે ગંભીર પરિણામો"

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડની ખુલ્લી ચેતવણી: "અમેરિકાએ કરી ઘાતક ભૂલ, ભોગવવા પડશે ગંભીર પરિણામો"

૩૨ દિવસની શાંતિ બાદ ઈરાન પર અમેરિકાનો મોટો પ્રહાર: હોર્મુઝ સ્ટ્રેટમાં રોકેટ લોન્ચર નષ્ટ, ઈરાની પલટવારમાં ૨ ના મોત; ટ્રમ્પની વ્યૂહરચના સામે સવાલો

પશ્ચિમ એશિયામાં વિતેલા એક મહિનાથી જળવાયેલી અસ્થાયી શાંતિનો આખરે અંત આવ્યો છે. યુએસ સૈન્યએ ૩૨ દિવસના વિરામ બાદ ઈરાન વિરુદ્ધ ફરીથી પ્રત્યક્ષ લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકી દળોએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ઈરાની રોકેટ લોન્ચર પર સચોટ હુમલો કરીને તેને નષ્ટ કરી દીધું છે.

આ પ્રહાર સાથે જ છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

અમેરિકાના આ અચાનક હુમલા બાદ ઈરાને પણ તુરંત બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ગલ્ફ ક્ષેત્રમાં તૈનાત યુએસ જહાજોને નિશાન બનાવીને જવાબી હુમલા કર્યા હતા. આ તાજેતરની હિંસક અથડામણમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હોવાના સમચાર સામે આવ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં ઓપરેશન અને અમેરિકી દાવો

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના પ્રવક્તા ટિમ હોકિન્સના જણાવ્યા અનુસાર, રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના સૈનિકો આંતરરાષ્ટ્રીય શિપિંગ લેન નજીક રોકેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. યુએસ સૈન્યએ ગયા અઠવાડિયે જ હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગમાંથી તમામ પ્રકારના જોખમો દૂર કરીને શિપિંગ રૂટ સુરક્ષિત કરવાનો દાવો કર્યો હતો. પરંતુ ઈરાની ગિલિડિયન્સની સક્રિયતા દેખાતાં જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ, ઈરાનના સરકારી ટીવી પ્રસારણકર્તા દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં રિવોલ્યુશનરી ગાર્ડે સ્વીકાર્યું છે કે અમેરિકી હુમલામાં તેના અનેક લડવૈયાઓ અને નાગરિકો શહીદ તથા ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે ખુલ્લેઆમ દુશ્મનાવટ શરૂ થઈ હતી, ત્યારથી ઈરાને ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી થાણાઓ અને તેલ માળખાકીય સુવિધાઓને સતત લક્ષ્‍ય બનાવ્યા છે.

આર્થિક દબાણની નીતિ અને અચાનક લશ્કરી પ્રહાર

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે જાહેરાત કરી હતી કે તેઓ ઈરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે સીધી લશ્કરી કાર્યવાહી કરવાને બદલે આર્થિક પ્રતિબંધો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ નવી વ્યૂહરચના હેઠળ તેહરાન સાથે વેપારી સંબંધો ચાલુ રાખનાર દેશો અથવા વિદેશી સંસ્થાઓ પર ભારે દંડ ફટકારવાની ધમકી આપવામાં આવી હતી.

અગાઉ યુએસ સૈન્યએ ૨૯ જુલાઈના રોજ ઈરાની દરિયાકાંઠાના સંરક્ષણ સ્થળો પર મોટા પાયે હુમલા કર્યા હતા. ત્યારબાદ ૧ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌદી અરેબિયા, કતાર અને યુનાઈટેડ અરબ અમીરાત (UAE) જેવા સાથી દેશોની વિનંતી પર વધુ લશ્કરી હુમલા રોકવા આદેશ આપ્યો હતો. પરંતુ આર્થિક દબાણની નીતિ વચ્ચે આજના હુમલાએ ઈરાનને ભડકાવી દીધું છે.

ઈરાની મીડિયા મુજબ, રિવોલ્યુશનરી ગાર્ડના પ્રવક્તા જનરલ હુસૈન મોહેબીએ આ હુમલાને “આર્થિક યુદ્ધ વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી એક ઘાતક ભૂલ” ગણાવી છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકાએ આ સાહસ માટે ભારે લશ્કરી અને આર્થિક પરિણામો ભોગવવા પડશે.

અમેરિકી શસ્ત્રાગાર પર દબાણ અને વૈશ્વિક ચિંતા

છેલ્લા છ મહિનાથી સતત ચાલી રહેલા આ સંઘર્ષના કારણે અમેરિકન સૈન્ય પ્રશાસન પોતાના ઘટતા જતા શસ્ત્રોના ભંડારને લઈને ભારે ચિંતિત છે. પેન્ટાગોનના અધિકારીઓ માને છે કે જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો વિશ્વના અન્ય સંવેદનશીલ ભાગોમાં અમેરિકાની લશ્કરી સજ્જતા અને તૈયારીઓ નબળી પડી શકે છે. આ જ કારણ હતું કે ટ્રમ્પ પ્રશાસન સૈન્ય બળને બદલે પ્રતિબંધોનો માર્ગ અપનાવવા માંગતું હતું.

જોકે, જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે તે જોતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના ‘યુદ્ધને ઝડપથી સમાપ્ત કરવાના’ અગાઉના દાવાઓ હવે ઝાંખા પડતા દેખાય છે. ગયા અઠવાડિયે જ તેમણે નિવેદન આપ્યું હતું કે તેઓ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે કોઈ ઉતાવળમાં નથી અને ઈસ્લામિક રિપબ્લિકનું નેતૃત્વ હાલ અત્યંત મુશ્કેલ સ્થિતિમાં છે. પરંતુ અચાનક શરૂ થયેલા આ પલટવારથી સમગ્ર મધ્ય પૂર્વ ક્ષેત્ર ફરી એકવાર મોટા યુદ્ધના ખપ્પરમાં હોમાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day