Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જાણો સોનામાં અચાનક કેમ શરૂ થઈ તેજી

જાણો સોનામાં અચાનક કેમ શરૂ થઈ તેજી

સોનાના ભાવમાં થશે 'મોટો ધડાકો': ભારતમાં ભાવ ₹૧.૭૫ લાખ પહોંચવાની આગાહી

સોનાના બજારમાં એક તરફ અવિરત રેકોર્ડ તેજી જોવા મળી રહી છે, તો બીજી તરફ નજીકના ભવિષ્યમાં જ ભાવમાં મોટો ધડાકો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સેક્સના એક તાજા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નજીકના સમયમાં જ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ₹૧૦,૦૦૦ થી વધુનો સીધો ઉછાળો આવી શકે છે.

વૈશ્વિક બજારમાં સોનું $૪,૯૦૦ પ્રતિ ઔંસ પહોંચવાના અંદાજ સાથે ભારતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧.૭૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામની નવી રેકોર્ડ સપાટીને સ્પર્શી શકે છે.

કોલ ઓપ્શન અને ‘ડીલર હેજિંગ’ નો ખેલ

હાલમાં સોનામાં માત્ર જ્વેલરીના ગ્રાહકો કે સેન્ટ્રલ બેંકો જ ખરીદી નથી કરી રહી, પરંતુ અસલી ખેલ ‘ગોલ્ડ કોલ ઓપ્શન’ (Gold Call Option) માં ચાલી રહ્યો છે. ગોલ્ડમેન સેક્સના અહેવાલ મુજબ, ગ્લોબલ મેક્રો પોલિસીના જોખમો, મોંઘવારી, સરકારી દેવું અને યુએસ ડોલરના મૂલ્યમાં ઘટાડાના ડરથી બચવા માટે મોટા રોકાણકારો ભારે પ્રમાણમાં કોલ ઓપ્શન ખરીદી રહ્યા છે.

દુનિયાના સૌથી મોટા ગોલ્ડ ETF (GLD) માં વર્તમાન નેટ ઓપન ઈન્ટરેસ્ટ આશરે ૨૫ લાખ કોન્ટ્રાક્ટ સુધી પહોંચી ગયો છે, જે વિશ્લેષકોના અંદાજ કરતાં બમણો છે. જ્યારે રોકાણકારો મોટી સંખ્યામાં કોલ ઓપ્શન ખરીદે છે, ત્યારે ઓપ્શન વેચનાર ડીલર્સે પોતાનું નુકસાન ઘટાડવા માટે ગોલ્ડ ફ્યુચર્સ ખરીદવા પડે છે. આ પ્રક્રિયાને ‘ડીલર હેજિંગ’ કહેવામાં આવે છે. ડીલર્સની આ ખરીદી સોનાના ભાવને વધુ ઉપર ધકેલે છે, જેનાથી એક ચક્ર ઊભું થાય છે જેને ‘મિકેનિકલ પ્રાઇસ એમ્પ્લીફાયર’ કહે છે.

ભારતીય બજાર પર શું અસર પડશે?

હાલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું આશરે $૪,૬૦૦ પ્રતિ ઔંસ છે અને ભારતમાં ભાવ ₹૧,૬૪,૪૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ૬.૫૨ ટકા વધીને $૪,૯૦૦ થાય અને ડોલરનો દર ₹૯૫ પર સ્થિર રહે, તો ભારતમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ₹૧,૭૫,૧૮૬ ના સ્તરે પહોંચી શકે છે. જો ડોલર વધીને ₹૯૭ થશે તો આ ભાવ ₹૧.૭૮ લાખ સુધી પણ જઈ શકે છે.

તદ્દઉપરાંત, આ બજારમાં બંને તરફ ભારે વોલેટિલિટી (Two-sided Volatility) નું જોખમ પણ રહેલું છે. જો ભાવ ઘટે તો ડીલર્સ પોતાની હેજિંગ પોઝિશન વેચવા લાગશે, જેનાથી સામાન્ય કરેક્શન અચાનક મોટા ઘટાડામાં ફેરવાઈ શકે છે.

ગ્રાહકો અને રોકાણકારો માટે મહત્વની સલાહ

જો તમારે આગામી થોડા મહિનામાં લગ્ન કે પ્રસંગ માટે જ્વેલરી ખરીદવી હોય, તો એકસાથે ખરીદી કરવાને બદલે તબક્કાવાર ખરીદી કરવી હિતાવહ છે. ખરીદી વખતે BIS હોલમાર્ક અને ૬ આંકડાનો HUID નંબર ચોક્કસ તપાસો. રોકાણના હેતુ માટે જ્વેલરી કરતાં ગોલ્ડ ETF કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વધુ સારા વિકલ્પો છે. વાસ્તવિક રોકાણકારોએ તેજી જોઈને તમામ નાણાં એકસાથે રોકવાને બદલે પોર્ટફોલિયોમાં જોખમનું સંતુલન જાળવી રાખવું જોઈએ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satya Day