Saturday, 11 Jul, 3.59 pm સત્ય ડે

હોમ પેજ
પૃથ્વીની નજીકથી ધૂમકેતુ NEOWISE પસાર થશે, આકાશમાં નરી આંખે જોઈ શકાશે

આ ખગોળિય ઘટના ભારત સહિત ઉત્તરિય ગોળાર્ધના કેટલાક ભાગોમાં જોવા મળશે. પૂંછડિયો તારો (કોમેટ) પૃથ્વીની બિલકુલ નજીકથી પસાર થશે. જુલાઈના મધ્યમાં તેમજ ઓગસ્ટ સુધીમાં આ દુર્લભ અવકાશી નજારો જોવા મળે તેવી સંભાવના છે. કોમેટ નીઓવાઈસ (NEOWISE) અંગે વિજ્ઞાનીઓને માર્ચમાં જાણ થઈ હતી. આ ધૂમકેતુ સૂર્યની નજીકથી પસાર થયો હતો અને તેને પગલે તેની મોટાભાગની સપાટી સળગતાં તેની પૂંછડીનો ભાગ વધુ લાંબો થયેલો જણાય છે.

નાસાના નીઓવાઈસ ઈન્ફ્રારેડ સ્પેસ ટેલીસ્કોપે સૌપ્રથમ વખત માર્ચમાં આ ધૂમકેતુની પરખ કરી હતી. આ મિશન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓના મતે આ પૂંછડીયો તારો 3 માઈલ અર્થાત 5 કિલોમીટર જેટલો મોટો છે. આ કોમેટના મધ્યભાગમાં કાળી મેશ જેવો પદાર્થ રહેલો છે જે 4.6 અબજ વર્ષ પૂર્વે આપણા સૌરમંડળની રચના વખતનો હોવાનું માનવામાં આવે છે.

ભારત અને ઉત્તરિય ગોળાર્ધમાં દેખાશે અદભૂત નજારો

ધૂમકેતુ નીઓવાઈસ જ્યારે પૃથ્વીની નજીકથી પસાર થશે અને સૌરમંડળમાંથી બહાર નિકળશે તે અદભૂત નજારો ભારત તેમજ ઉત્તરિય ગોળાર્ધના ભાગોમાં નરી આંખે પણ જોવા મળશે. જ્યાં પ્રકાશ પ્રદુષણ ઓછું હશે તેવા ભાગમાં નરી આંખે આ અદભુત નજારો જોઈ શકાશે. વિજ્ઞાનીઓના મતે સામાન્ય દુરબીનની મદદથી પણ આ નજારો સારી રીતે જોઈ શકાશે.

વિજ્ઞાનીઓના મતે 7,000 વર્ષ બાદ કોમેટ પરત ફરશે, જેથી આ પેઢીએ ચોક્કસ આ દુર્લભ અવકાશી નજારાને નિહાળવો જોઈએ. મધ્ય 1990ના ગાળાથી અત્યાર સુધીમાં આ સૌથી વધુ પ્રકાશતો ધૂમકેતુ છે. અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓએ આ નજારો નિહાળ્યો હોવાની પૃષ્ટિ કરી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Satya Day
Top