હોમ પેજ
રાજ્ય માં અગાઉ ની જાહેરાતો મુજબ જગ્યાઓ ભરાતી નથી અને ફરી બજેટ માં 200000 યુવાનો ને નોકરીઓ આપવાનું વચન ! આ કેવું ?? લોલીપોપ કે બીજું કંઈ ?

યુવાનો નોકરીઓ માં લાગવા રાહ જોઈ રહ્યા છે પણ નોકરીઓ મળતી નથી સરકાર માત્ર જાહેરાતો કરે છે.
સરકાર દ્વારા છેલ્લા ૩ વર્ષમાં ૩૨ ભરતી જાહેરાતો થઈ છે અને ૩૮,૪૦૨ જેટલી જગ્યાઓની ભરતી થતી નથી તેવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટમાં ૧લી એપ્રિલ ૨૦૨૧થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ સહિત આગામી પાંચ વર્ષમાં ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા સરકારી કચેરીઓમાં, બોર્ડ- કોર્પોરેશનમાં, અનુદાનિત સંસ્થાઓમાં અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાયકાત ધરાવતા અંદાજે ૨,૦૦,૦૦ યુવાનોની નવી ભરતી કરવાની જાહેરાત કરી દેતા બેરોજગાર યુવાનો સરકાર ને જણાવી રહ્યા છે કે આગળ ની બાકી જગ્યાઓ તો ભરો પછી નવી ભરતી ની વાત કરો.
અગાઉ સરકાર દ્વારા વિવિધ સેક્ટરોમાં યુવાનો માટે ૨૦ લાખ રોજગારીની તકો ઊભી કરવાનું વચન પણ અપાયું હતું.
વર્ષ ૨૦૧૯માં સરકારે સરકારી ભરતી પ્રક્રિયાઓ સ્થગિત કરી હતી. કોરોનાને કારણે ૨૦૨૦ના વર્ષ દરમિયાન એક પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ નથી તેમજ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગત વર્ષે માર્ચ મહિના પછી વારંવાર પોલીસ તંત્રમાં નવી ૧૩ હજાર ભરતીઓ કરવાનું જાહેર કરી ચૂક્યા છે. તે વાયદો પણ પૂરો થયો નથી ત્યાંજ ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની કુલ ૩,૦૨૦ જગ્યા ઉભી કરવાનું નાણામંત્રીએ બજેટમાં જાહેર કર્યુ છે. એટલું જ નહિ, એરપોર્ટ, એરોડ્રોમ, વોટરડ્રોમ અને હેલિપેડની સલામતી માટે જીઇઁની નવી બટાલિયનો ઊભી કરવાનું કહ્યુ છે. જો કે, તેના માટે કોઈ રકમ ની ફાળવણી ની જોગવાઈ પણ કરી નથી ત્યારે યુવાનો આવી ખોટી જાહેરાતો હોવાનું જણાવી સોશ્યલ મીડિયા માં સરકાર ને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.