Thursday, 04 Mar, 8.35 am સત્ય ડે

હોમ પેજ
રાજ્ય માં સતત પાંચ દિવસ સુધી ગરમી નો પારો વધશે :હવામાન વિભાગ ની આગાહી

રાજ્ય માં સતત પાંચ દિવસ સુધી ગરમી નો પારો વધશે જોકે,હિટવેવ ની આગાહી નથી પણ સામાન્ય ગરમી નો પારો ઊંચો જશે. રાજ્ય માં હવે શિયાળા ની વિદાય સાથે તાપમાન વધતા ગરમી પડવાની આગાહી થઈ છે,અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં બે દિવસ દરમિયાન ઠંડા પવનોને કારણે ગરમીથી રાહત રહેશે. પરંતુ, 4 માર્ચથી રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીમાં વધારો થશે અને તે સળંગ ચારથી પાંચ દિવસો સુધી ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધવાની શક્યતા છે. જેને કારણે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. સાથે જ પાંચ દિવસ પછી ગરમીમાં ફરીથી ઘટાડો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ચાલુ વર્ષે માર્ચથી મે મહિના સુધીમાં દેશના ઘણાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. જ્યારે મધ્ય અને દક્ષિણ ભારતમાં તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Satya Day
Top