સત્ય ડે

194k Followers

સરકાર સામે અવાજ ઉઠાવનાર યુવા નેતાઓ સામે કેમ ગુનો દાખલ કરવામાં આવે છે ? આની પાછળનુ શું છે સત્ય હકીકત

23 Apr 2022.12:27 PM

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી જયારે નજીક છે ત્યારે તમામ પક્ષોએ કમર કસી છે . રાજકારણની રમત જાણે અસલી રંગ પકડી રહી છે ત્યારે ચૂંટણી જીતવા યુવાનો ને હાથો બનાવી રહેલી આ સરકાર સામે શંકા ઉપજે તે વ્યાજબી છે. હાલમાં જ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ સરકારે ટ્વિટ કરવાને લઈ ગુનો નોંધી ધરપકડ કરી ત્યારે પ્રશ્ન થાય કે શા માટે યુવાનોને જ ટાર્ગેટ બનાવવા માં આવે છે?

રાજકારણ માં ભૂતકાળ માં નજર કરીયે તો પહેલા પણ આ થતું આવ્યું છે. જયારે જયારે યુવાનોએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે, જયારે જયારે અન્યાય સામે લડત ઉઠાવી ત્યારે ત્યારે પોલીસ દ્વારા ખોટા ગુના માં સંડોવણી કરી તેમને પોલીસ કેસ માં ફસાવવામાં આવ્યા છે અને તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

શરૂઆત થી વાત કરીયે તો જે એન યુ સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર જેમને રાષ્ટીય વિરોધ માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. એમના પર દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવાનો આરોપ મુકવામાં આવેલો હતો . આ ઉપરાંત ભાજપ ના સાંસદ મહેશગીરી અને એબીવીપીની ફરિયાદ ના આધારે સંસદ હુમલા ના દોષિત અફઝલ ગુરુ ને ફાંસી આપવાના વિરોધ બદલ દેશદ્રોહ નો આરોપ પણ મૂકવામાં આવેલો હતો. તેમણે આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવેલા. પોલીસ અને સરકારની આ જોહુકમી ના કારણે કન્હૈયા કુમાર નો જન્મ ભારતીય કટ્ટર કોમ્યુનિસ્ટ પાર્ટી ના ટેકેદાર તરીકે થયો.

હાર્દિક પટેલ જે વિરમગામ નો વતની છે. અનામત આંદોલનના મુદ્દા ને લઈ જેની રાજકારણ માં એન્ટ્રી થઈ . મુખ્યત્વે એક સામાજિક કાર્યકર તરીકે તેઓ પાટીદાર યુવા સંસ્થા સરદાર પટેલ ગ્રુપ (એસ પી જી ) માં સામેલ હતા અને ત્યાર બાદ વિરમગામ ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તે સમય દરમિયાન ફક્ત 21 વર્ષીય યુવા ખેડૂત પુત્ર હાર્દિક પટેલ માં ખુમારીના આંદોલનકારી ના તમામ લક્ષણો હતા .જેના કારણે તે પાટીદાર સમાજ નો ચહેરો બની ઉભરી આવ્યો જે સરકારની આંખ માં ખૂંચવા લાગ્યું. તેમની બહેન રાજ્યસરકારની જે શિષ્યવૃતિ મેળવવામાં ગેરલાયક ઠેરવવામાં આવેલી. જાતિગત ભેદભાવને લઈ હાર્દિકે 2015 માં પાટીદાર અનામત આંદોલન નું નેતૃત્વ કર્યું હતું. આંદોલન અને બાહોશ ભાષણને કારણે તેમણે દેશભરના પાટીદારનો અવાજ બની ગયા . પોતાના નેતૃત્વ થકી હાર્દિકે વિપક્ષનું પણ ધ્યાન ખેંચ્યું હતું. એ વખતે ઠેર ઠેર ખેડૂતો ના મુદ્દા ને લઈ , યુવાનો ના પ્રશ્નોને લઈ સભાઓ ગજવનાર હાર્દિક પટેલે સરકાર ની નીંદ હરામ કરી દીધી હતી .સરકારે હાર્દિક પર એ સમયે 32 કેસ નાખી દીધેલા અને એક કેસ માં સજા પણ થઈ હતી. 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લાખો પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલે તે વખતે GMDC ગ્રાઉન્ડમાં જ ધરણા યોજવાની જાહેરાત કરતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો અને હાર્દિકની અટકાયત કરી હતી તે વખતે સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં શાંતિ બહાલ કરવા માટે ખુદ પીએમ મોદીએ તે વખતે અપીલ કરી હતી. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા તત્કાલિન સીએમ આનંદીબેન પટેલે થોડા સમયમાં જ પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી, અને 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પર્ફોમન્સ સૌથી ખરાબ રહ્યું હતું.

થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓની સમસ્યાને વાચા આપનાર યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી 10 દિવસ ની જેલ કરવામાં આવેલી . વિદ્યા સહાયકોના સમર્થનમાં ગયેલ યુવરાજ સિંહ જાડેજા ને કલમ 307 અને 332 હેઠળ પોલીસની કામગીરીમાં રુકાવટ લાવી અને પોલીસ કર્મી પર હુમલો કરવાના આરોપ મૂકી 10 દિવસ જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ અગાઉ પણ યુવરાજ સિંહે બિન સચિવાલય, લોકરક્ષક દળની પરીક્ષા, તલાટી જેવી સરકારી ભરતીના કૌભાન્ડો ઉજાગર કર્યા છે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા લડતા આવ્યા છે.

તાજેતર માં જ વડનગર ના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની આસામ સરકારે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે .જીગ્નેશ મેવાણી એ એક પત્રકાર, વકીલ સાથેસાથે એક ચળવળકાર તરીકે પણ કાર્યરત રહ્યા છે. 2016 માં ગુજરાતના અલગ જિલ્લાઓ માં જઈ દલિતો ના પ્રશ્નો ને વાચા આપી એક મજબૂત દલિત નેતા તરીકે ઉભરી આવ્યા. જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભા ૨૦૧૭ના ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બનાસકાંઠા જિલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર હટાવી લીધો હતો. તેઓ ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા. હાલમાં દલિતોના પ્રશ્નો સાથે વિધાનસભા ગજાવનાર આ યુવા નેતા જીગ્નેશ મેવાની ની આસામ પોલીસે પોલીસે ધરપકડ કરી છે. જીગ્નેશ મેવાણી ને એક ટ્વિટ કરવાને લઈ પાલનપુર સર્કિટ હાઉસ માંથી 20 એપ્રિલ મોડીરાતે 11:30 વાગે ધરપકડ કર્યા બાદ આસામમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્વિટ માં તેમને ફક્ત શાંતિ ની અપીલ કરી છે તેમ મેવાણી નું કહેવું છે.

પરંતુ સરકાર દ્વારા કોઈ ખુંખાર આતંગવાદીની જેમ મેવાણી ને મધરાતે જ વિમાન થકી અસામ લઇ જવાયા. યુવાઓમાં રોષ વ્યાપ્તા સારંગપુર અમદાવાદ ખાતે આંબેડકરની પ્રતિમા પાસે બહોળી જનમેદની સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવેલું. જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભા ૨૦૧૭ના ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બનાસકાંઠા જિલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર પણ હટાવી લીધો હતો. તેઓ ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા.

અવારનવાર સરકાર યુવાઓ ના અવાજને દબાવવાનો પ્રયત્ન કરતી હોય છે. તેમના પર ખોટા આરોપ મૂકી પોલીસ કેસ કરી તેમને કનડગત કરવાનો પ્રયાસ થતો હોય છે. પરંતુ એ આવાજ દબાવવાને બદલે વધુ ઘેરો બની ફેલાય છે અને એ અવાજો માંથી હાર્દિક જીગ્નેશ અને કન્હૈયા જેવા ચહેરા ઉભરી ને આવતા હોય છે. ચૂંટણીઓ આવતા આવા યુવાનો ને દરેક પક્ષ લોભામણી લાલચ આપી જીત માટેનો હાથો બનાવતા હોય છે. રાજકારણ માં પ્રવેશી રાજકારણ ના રંગે રંગાયીને આ યુવાનો પોતાના ધ્યેય થી ભટકી પણ જતા હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સરકાર ના ભ્રષ્ટાચાર, અનીતિ અને અન્યાય સામે બાંયો ચડાવવા ભારત ના યુવાધન માટે શું રાજકારણ જ એક ઉપાય રહી જશે ?

પારુલ સોલંકી (રાજકીય વિશ્લેષક ) સત્ય ડે ન્યુઝ

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Satya Day

#Hashtags